બનાસકાંઠામાં રામદેવપીરના મંદિરોમાં ધાર્મિક માહોલ સર્જાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ) ડીસા, બનાસકાંઠા જિલ્લાના વિવિધ શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા રામદેવપીર ના મંદિરો માં ભાદરવા સુદ નોમ ને લઇ નેજા ચડાવવામાં આવ્યા હતા. ગુજરાત સહિત રાજસ્થાન માં રામદેવપીર નો વિશેષ મહિમા રહેલો છે જેને લઇ ભાદરવા સુદ એકમ થી નોમ સુધી રામદેવપીરની નવરાત્રી ગણવામાં આવે છે જે દરમિયાન ભક્તો દ્વારા નવ સુધી ઉપવાસ રાખે છે અને રામાધણીની ભક્તિ કરે છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલ હોવાથી રામદેવપીર નો ખુબ જ મહિમા રહેલો છે જેથી ભાદરવા માસ ના પંદર દિવસ સુધી મંદિરો માં ધાર્મિક માહોલ સર્જાય છે. ઠેર-ઠેર અલખધણી નો જયજય કાર થાય છે ત્યારે ભાદરવા સુદ નોમ ને લઇ રામદેવપીરના મંદિરો માં લીલા પીળા નેજા ચડાવવા આવ્યા હતા જેમાં ડીસા તાલુકાના ભીલડી નજીક આવેલ ખેટવા ગામે દર વર્ષની જેમ આ વર્ષે વખડીવાળા રામદેવપીર તરીકે ઓળખાતા મંદિરે ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર નેજાઓ ચડાવવામાં આવ્યા હતા આ ઉપરાંત જુનાડીસા, વડાવલ, પેપળુ, રાણપુર સહિત અનેક ગામોમાં રંગેચંગે નેજા ચડાવવામાં આવ્યા હતા.

ભાદરવા સુદ અગિયારસનો પણ મોટો મહિમા
રાજસ્થાનના રણુંજા માં દરવર્ષે ભાદરવા માસમાં મોટો મેળો ભરાય છે શ્રાવમ સુદ પુનમ ની ભાદરવા સુદ અગિયારસ સુધી અસંખ્ય લોકો રામદેવપીર ના દર્શન કરતા હોય છે વિ.સં ૧૪૬૧ માં રામદેવપીર પોકરણ માં પ્રગટ થયા હતા અને માત્ર ચૌપ્પન વર્ષ ની ઉંમરે વિ.સં ૧૫૧૫ માં ભાદરવા સુદ અગિયારસ ના દિવસે રણુજા માં સમાધિ લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.