કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ પહોંચ્યા

ગુજરાત
ગુજરાત

ગુજરાત પહેલીવાર નેશનલ ગેમ્સ માટે યજમાન બન્યું છે. 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં રમાનાર છે. ગુજરાત 2022 ની સત્તાવાર રીતે અહીંના EKA એરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે રવિવારે રાજકારણ અને રમતગમતની દુનિયાના અગ્રણી મહાનુભાવોની હાજરીમાં પ્રારંભ થશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહ , મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ  અને કેન્દ્રીય યુવા અને રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર સાથે આ મેગા ઇવેન્ટની હાજરી આપશે.આ સંદર્ભે કેન્દ્ર ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતીકાલે તે તમામ કાર્યક્રમોમાં હાજરી આપશે

ગુજરાતમાં 29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેઈમ્સનું ઍન્થમ પણ આ રંગારંગ કાર્યક્રમમાં લૉન્ચ કરશે, તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, અનુરાગ ઠાકુર, હર્ષ સંઘવી ભારતના જાણીતા રમતવીરોની ઉપસ્થિતિમાં આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન લૉન્ચ કરશે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પટેલે જણાવ્યું હતું કે, “અમને રાષ્ટ્રીય રમતોની યજમાની કરવાનો આનંદ અને ગર્વ છે. અમે ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓ અને અધિકારીઓની રાહ જોઈ રહ્યા છીએ અને આ ગેમ્સને અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી”.

રમત-ગમતના માધ્યમથી રાષ્ટ્રીય એકતાની ઉજવણીની થીમ પર આઝાદીના અમૃત મહોત્સવ પર્વે ગુજરાતમાં યોજાઇ રહેલી 36મી નેશનલ ગેઈમ્સ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની 36 રમતોમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20,000 જેટલા રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેવા જઈ રહ્યાં છે. 36મી નેશનલ ગેઈમ્સના ભવ્યાતિભવ્ય આયોજન પહેલાં મેસ્કોટ અને એન્થમ લૉન્ચિંગનો ભવ્ય રંગારંગ સમારોહ અમદાવાદના વિશાળ ટ્રાન્સસ્ટેડિયમ ખાતે શનિવારે સાંજે 6 વાગ્યે યોજાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.