સાંતલપુરનાં વારાહીમાં મોબાઇલની દુકાનમાંથી ગઠિયો સાડા ત્રણ લાખની કિંમતના 27 મોબાઇલ ચોરી ગયો

પાટણ
પાટણ

સાંતલપુરનાં વારાહી ગામમાં આવેલી મોબાઇલની દુકાનમાંથી કોઇ અજાણ્યો શખ્સ રૂ. 3 લાખ 43 હજાર 139ની કિંમતનાં 27જે ટલા અલગ અલગ કંપનીનાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની ચોરી કરી ગયો હતો.

આ અંગેની મળતી માહિતી મુજબ વારાહીનાં મેઇન બજારમાં આવેલી ન્યુ હસમત નામની મોબાઇલની દુકાને તા. 1-9-22થી 2-9-22ની રાત્રિ દરમ્યાન કોઇ શખ્સ દુકાનનાં છતનાં ભાગે આવેલ સિમેન્ટ તથા લોખંડના પતરા તથા દુકાનની ઉપર લગાવેલી સનમાઇકા પ્લેટ તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી રૂ।. 3,43,139ની કિંમતનાં 27 એન્ડ્રોઇડ ફોનની ચોરી કરી ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.