સેમસંગે સેમી-ઓટોમેટીક વોશિંગ મશીન્સની નવી શ્રેણી લોન્ચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની અત્યંત વિશ્વસનીય ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ આજે સેમી-ઓટોમેટીક વોશિંગ મશીન્સની પોતાની નવી રેન્જ લોન્ચ કરી છે જે હેક્સા સ્ટોર્મ પલ્સેટર, મેજિક ફિલ્ટર, મેજિક મિક્સર, ઓટો રિસ્ટાર્ટ, એર ટર્બો ડ્રાયીંગ સિસ્ટમ અને રેટ પ્રોટેક્શનથી સજ્જ છે જે સરળ લોન્ડ્રી અનુભવ પૂરો પાડે છે.

નવી શ્રેણી 8.5 કિગ્રા અને 7.5 કિગ્રા એમ બે ક્ષમતા વેરિયાન્ટમાં ડિઝાઇન વિસ્તરણ અને ઉત્કૃષ્ટ કલર્સ સાથે આવે છે જેની પ્રારંભિક કિંમત સેમસંગના સત્તાવાર ઓનલાઇન સ્ટોર સેમસંગ શોપ, એમેઝોન અને ફ્લિપકાર્ટ તેમજ દરેક અગ્રણી રિટેલ સ્ટોર્સ પર રૂ. 15,800 છે. નવા મોડેલ્સ ચાર અલગ અલગ કલર્સ જેમ કે ડાર્ક ગ્રે, ગ્રે, બ્લ્યુ અને લાલમાં ઉપલબ્ધ બનશે.

“અમારુ નવુ સેમી ઓટોમેટિક વોશિંગ મશીન શ્રેણી એવા ભારતીય ઉપભોક્તાઓની ઉમદા પસંદગી છે જેઓ એવા વોશિંગની શોધમાં હોય છે જે શક્તિશાળી છતા સૌમ્ય લૌન્ડ્રી અનુભવ પૂરો પાડતા હોય. ગ્રાહકોના પ્રતિભાવ પર આધારિત, અમે અસંખ્ય નવીન ફીચર્સ પણ રજૂ કર્યા છે જે ફંકશનાલિટી અને કલ્કાત્મકતાની દ્રષ્ટિએ ઊંચા હોય તેમજ વિસ્તરિત ડિઝાઇન અને નવા કલર્સ ધરાવતા હોય. નવી રેન્જની દેશભરના ગ્રાહકો દ્વારા પ્રશંસા કરાશે તેનો અમને આત્મવિશ્વાસ છે અને લોન્ડ્રીને દરેક ઘર માટે એક રમૂજ બનાવશે,” એમ સેમસંગ ઇન્ડિયાના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બિઝનેસના સિનીયર વાઇસ પ્રેસિડન્ટ મોહનદીપ સિંઘએ જણાવ્યું હતુ.

નવી રેન્જમાં હેક્સા સ્ટોર્મ પલ્સેટર શક્તિશાળી અને મલ્ટી ડાયરેક્શનલ પાણીના પ્રવાહનું સર્જન કરે છે જેમાં છ બ્લેડ્ઝ ફેબ્રિકને કોઇ પણ નુકસાનથી રક્ષણ આપવાની સાથે દરેક બાજુએથી ધુએ છે. આ શ્રેણી પણને બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી (બીઇઇ) દ્વારા 5 સ્ટાર પ્રમાણિત કરવામાં આવ્યા છે જે તેને દેશમાં ઉપલબ્ધ અનેક અત્યંત ઉર્જા કાર્યક્ષમ વોશિંગ મશીન્સમાંના એક બનાવે છે જે શક્તિશાળી અને સૌમ્ય પર્ફોમન્સ આપે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.