કાર્તિક આર્યને હવે સેવ્યું છે પ્રાઈવેટ જેટ ખરીદવાનું સપનું

ફિલ્મી દુનિયા

મુંબઈ, આ વર્ષે અક્ષય કુમારની રક્ષાબંધન અને આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા બોક્સઓફિસ પર નિષ્ફળ રહી હતી. મોટા સ્ટારની ફિલ્મોને દર્શકો ના મળ્યા ત્યારે કાર્તિક આર્યન એક પછી એક સફળ ફિલ્મો આપી રહ્યો છે. આ વર્ષે રિલીઝ થયેલી કાર્તિક આર્યનની ‘ભૂલ ભૂલૈયા ૨’ પછી તેની ડિમાન્ડ વધી ગઈ છે. ‘ભૂલ ભૂલૈયા ૨’ આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ છે. કાર્તિક આર્યન પોતાના સફળતાના ગ્રાફથી ખૂબ ખુશ છે. હાલ કાર્તિક આર્યન પાસે ચાર મોટા પ્રોજેક્ટ છે. એવામાં કાર્તિક પર પોતાનું ૧૦૦ ટકા આપવાનું પ્રેશર છે કારણકે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આઉટસાઈડર છે.

કાર્તિક આર્યને હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ અંગે વાત કરી હતી. તેણે કહ્યું કે, જાે તેની ફિલ્મ ફ્લોપ થાય છે તો તેનું કરિયર બરબાદ થઈ જાત કારણકે ઈન્ડસ્ટ્રીમાં તેનો કોઈ સપોર્ટ નહોતો. કાર્તિક આર્યને ફિલ્મ કમ્પેનિયનને આપેલા ઈન્ટરવ્યૂમાં આઉટસાઈડર હોવા અંગે કહ્યું હતું કે, તેને સપોર્ટ કરવાવાળું કોઈ નથી. કોઈ એવું નથી જે તેનું ધ્યાન રાખશે અથવા તેને સપોર્ટ કરશે. કાર્તિકે કહ્યું, હું આ ઈન્ડસ્ટ્રીમાં પેડેડ નથી. મને સપોર્ટ કરવાવાળું કોઈ નથી.

મને નથી ખબર કે ઈનસાઈડર (ફિલ્મી પરિવારમાંથી આવતા કલાકારો) કેવું અનુભવતા હશે. પરંતુ એક આઉટસાઈડર હોવાના કારણે મને ક્યાંકને ક્યાંક લાગે છે કે જાે એક ફિલ્મ ફ્લોપ જશે તો એક ધારણા બંધાઈ જશે અને તે મારું આખું કરિયર તબાહ કરી શકે છે. પછી કોઈ એવું નહીં હોય જે મારા માટે સારા સ્તરનો પ્રોજેક્ટ બનાવે. કાર્તિક આર્યનના કહેવા અનુસાર, આઉટસાઈડર હોવાના કારણે ફ્લોપ ફિલ્મ આપવી તેના માટે મોટું જાેખમ છે.

તેને ઈન્ડસ્ટ્રીમાં સપોર્ટ કરનારું કે સહારો આપનારું કોઈ નથી. ઉલ્લેખનીય છે કે, કાર્તિક આર્યન એન્જિનિયરિંગ છોડીને એક્ટિંગની દુનિયામાં આવ્યો હતો. તેણે ૨૦૧૧માં ફિલ્મ પ્યાર કા પંચનામાથી બોલિવુડ ડેબ્યૂ કર્યું હતું. જાેતજાેતામાં કાર્તિક આર્યનનું નામ બોલિવુડના મોટા કલાકારોમાં લેવાવા લાગ્યું. વચ્ચે કાર્તિકની કેટલીક ફિલ્મો ફ્લોપ રહી પરંતુ ‘પ્યાર કા પંચનામા ૨ અને સોનૂ કે ટીટૂ કી સ્વીટી જેવી ફિલ્મોએ તેને ફરી બેઠો કર્યો હતો. કાર્તિક આર્યનને ખુશી છે કે તેણે જે સપનાં સેવ્યા હતા તે પૂરા થઈ રહ્યા છે. એક્ટર બનવાનું અને લેમ્બોર્ગિની ખરીદવાનું કાર્તિક આર્યનનું સપનું હતું જે સાકાર થઈ ગયું છે.

હવે કાર્તિક આર્યનની ઈચ્છા છે કે તેની પાસે પ્રાઈવેટ જેટ હોય. તેણે કહ્યું, “હું હજી પણ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરું છું. જરૂર પડે ત્યારે બિઝનેસ ક્લાસમાં પણ જઉં છું. મારા સપના છે. હું કાર ઈચ્છતો હતો, મળી ગઈ. એક્ટર બનવું હતું તો એ પણ બની ગયો. પ્રાઈવેટ જેટ પણ આવવું જાેઈએ. સપના જાેવાનું થોડું છોડીશ. આ ગરીબ માણસને કંઈક તો વિચારવા દો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.