રાજીવ સેન અને ચારુ અસોપા વચ્ચે ફરી થયો મનમેળ

ફિલ્મી દુનિયા

મુંબઈ, સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને એક્ટ્રેસ ચારુ અસોપાનું લગ્નજીવન છેલ્લા થોડા મહિનાઓથી ચર્ચામાં છે. કપલ વચ્ચે ઝઘડા અને સમાધાનના સમાચાર કેટલીયવાર આવતા રહ્યા છે. દરમિયાન, છેલ્લે ઝઘડો થયો ત્યારે તેમણે કાયદાકીય રીતે છૂટા પડવાનો નિર્ણય લીધો હતો. જોકે, ગણેશ ચતુર્થીએ તેમણે દીકરી ઝિયાના અને એકબીજા સાથેની સુંદર તસવીરો શેર કરીને સૌને ચોંકાવ્યા હતા. જે બાદ ચારુ અને રાજીવે વધુ એક પોસ્ટ મૂકીને તેમના ફેન્સ ખુશ થઈ જાય તેવા સમાચાર આપ્યા છે. ચારુ અને રાજીવે ડિવોર્સ લેવાનો નિર્ણય પડતો મૂકયો છે. ચારુ અને રાજીવે સોશિયલ મીડિયા પર ફેમિલી ફોટોગ્રાફ શેર કરતાં એક લાંબી નોટ લખી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, સારા કારણોસર તેમણે પોતાના લગ્ન જીવનને વધુ એક તક આપવાનું નક્કી કર્યું છે.

રાજીવ-ચારુએ લખ્યું, લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે પરંતુ તેને કઈ રીતે ચલાવવા તે આપણા હાથમાં છે. હા, અમે જાહેરાત કરી હતી કે અમે અમારા લગ્નજીવનનો અંત આણવાનું નક્કી કર્યું છે. અમને અહેસાસ થયો કે અમે છેવાડા સુધી પહોંચી ગયા છીએ અને આગળ હવે કશું નથી. અમે ડિવોર્સ વિશે વિચારી રહ્યા હતા એ વાતની ના નહીં પાડીએ. જોકે, હવે અમને જણાવતાં ખુશી થાય છે કે અમે અમારા લગ્નને ટકાવી રાખવાનો નિર્ણય કર્યો છે. ઈશ્વરને અમને સુંદર દીકરી ઝિયાના આપી છે અને અમે પેરેન્ટ્સ તરીકે તેને બધું જ શ્રેષ્ઠ આપવા માગીએ છીએ. તેનો ઉછેર અને ખુશીઓ અમારા માટે પહેલી પ્રાથમિકતા છે. કપલ તરીકે અમને સપોર્ટ કરનારા અને સાથ ના છોડનારા બધા જ ફેન્સનો આભાર માનીએ છીએ. ઝિયાના પર આટલો બધો પ્રેમ વરસાવવા માટે ખૂબ ખૂબ આભાર. ચારુ અને રાજીવ*, તેમ કપલે પોસ્ટના અંતે લખ્યું. ચારુ અને રાજીવે લગ્નજીવનને વધુ એક તક આપતાં સુષ્મિતા સેન ખૂબ ખુશ થઈ હતી.

તેણે ચારુની પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું, *હું તમારા ત્રણેય માટે ખૂબ ખુશ છું. દુગ્ગા દુગ્ગા શોના!!* ચારુએ પણ સુષ્મિતાને જવાબ આપતાં લખ્યું, થેક્નયૂ દીદી, તમને ખૂબ પ્રેમ કરીએ છીએ.* આ સિવાય ફેન્સ પણ ચારુ અને રાજીવ ફરી એક થઈ જતાં આનંદ વ્યક્ત કરી રહ્યા છે. ચારુ અને રાજીવ સેને ૨૦૧૯માં લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષની અંદર જ મતભેદોના કારણે તેઓ એકલા રહેવા લાગ્યા હતા. મતભેદોના કારણે તેમણે પહેલી એનિવર્સરી પણ ખૂબ પાછળની તારીખે ઉજવી હતી. વારંવાર થતાં ઝઘડા બાદ ચારુએ જ ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં તેમણે એકબીજાને સોશિયલ મીડિયા પર બ્લોક પણ કરી દીધા હતા. જોકે, હવે તેમણે ડિવોર્સનો નિર્ણય પડતો મૂકતા પરિવાર અને ફેન્સ ખુશ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.