![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/rakhewal-44.jpg)
કડીના વડાવલી ગામેથી રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપાયો
કડી તાલુકાના વડાવલી ગામે રહેણાંક મકાનમાંથી એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરીને વિદેશી દારૂની નાની મોટી અને અલગ અલગ બ્રાન્ડની કુલ 171 બોટલ ઝડપીને વિદેશી દારૂનો વેપાર કરતી મહિલા સહિત કુલ 2 ઈસમોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
કડી તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં મહેસાણા એલસીબી સ્ટાફના માણસો સરકારી તેમજ પ્રાઈવેટ વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એલસીબી સ્ટાફના માણસો મેડા આદરજ પાસે આવેલ અદાણી ફેક્ટરી પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી તાલુકાના વેલાવી ગામે આનંદ પુરામાં રહેતા ઠાકોર કચરાજી ગણેશજી વિદેશી દારૂનો વેપાર કરી રહ્યાં છે અને હંસાબેન ઠાકોરના ઘરે એ વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે.
એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીની ખરાઈ કરીને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરીને રહેણાંક મકાનમાં રેડ કરીને મકાનની અંદર તલાશી લેતાં વિદેશી દારૂની નાની મોટી અને અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી.