સલમાન બહેન અર્પિતાના ઘરે ભક્તિમાં લીન થઈને ઝૂમ્યો

ફિલ્મી દુનિયા

મુંબઈ, ગણેશ ચતુર્થીના અવસર પર સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી, શ્રદ્ધાળુઓએ બાપ્પાની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરી હતી. લોકોએ સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. બોલિવૂડમાં પણ લોકોએ હોંશેહોંશે બાપ્પાનું આગમન કર્યું છે. સલમાન ખાન પણ દર્શન માટે બહેન અર્પિતાના ઘરે પહોંચ્યો હતો. અહીં સલમાન સિવાય અન્ય સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. સલમાન ખાને પરિવાર સાથે મળીને ગણેશ આરતી કરી હતી જેનો વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

સલમાન ખાન બહેન અર્પિતાના ઘરે પહોંચ્યો હતો. અહીં સલમાન સફેદ શર્ટ અને બ્લૂ ડેનિમમાં જોવા મળ્યો હતો. સલમાન ખાને આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ગણપતિ બાપ્પા મોરિયા. આ અવસર પર અર્પિતાએ પરિવારના લોકો સિવાય ઈન્ડસ્ટ્રીના લોકોને આમંત્રિત કર્યા હતા. રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસૂઝા, ઈઝાબેલ કૈફ, કેટરિના કૈફ અને વિક્કી કૌશલ પણ ત્યાં પહોંચ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, સલમાન ખાન આરતીની થાળી હાથમાં લઈને ગણેશ વંદના કરી રહ્યો છે. તેના સિવાય રિતેશ દેશમુખ, આયુષ શર્મા, અર્પિતા ખાન પણ બાપ્પાની આરતી કરતા જણાઈ રહ્યા છે. વીડિયોમાં સલમાન ત્યાં ઉભેલા બાળકોને પણ આરતી કરવાનો ઈશારો કરતો જણાઈ રહ્યો છે. આરતી દરમિયાન સલમાન ગણેશ ભક્તિમાં ડૂબીને ડાન્સ કરતો પણ જણાઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાનના માતા દીકરાની સલામતી માટે ગણપતિ બાપ્પાની ખાસ પૂજા કરવાના છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા પછી તેની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અર્પિતાના ઘરે વિકી કૌશલ અને કેટરિના કૈફ પણ પહોંચ્યા હતા. બન્ને ટ્રેડિશનલ આઉટફિટ્સમાં અત્યંત સુંદર લાગી રહ્યા હતા. વિકીએ કૂર્તો અને ચૂડીદાર પાયજામો પહેર્યો હતો, જ્યારે કેટરિનાએ પણ ઘરારા વાળો ડ્રેસ પહેર્યો હતો. સાથે જ કેટરિનાએ મોટો દુપટ્ટો પણ લીધો હતો. બોલિવૂડ જ નહીં ટીવી ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે પણ તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી. સેલેબ્સ સજીધજીને બાપ્પાને લેવા પહોંચ્યા હતા, અને માનભેર તેમના ઘરમાં સ્થાપના પણ કરી. શાહરુખ ખાને પણ તસવીર શેર કરીને જણાવ્યું કે, તેણે અને અબ્રાહમ ખાને મળીને બાપ્પાની સ્થાપના કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.