શિહોરી-ડીસા હાઇવે પર ચક્કાજામ કરતા ખેડૂતોની અટકાયત

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી ડીસા નેશનલ હાઇવે રોડ ઉપર વાહનો રોકીને રસ્તો ચક્કાજામ કરાયો હતો. જ્યાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ વાઘાભાઈ પટેલ અને મંત્રી મફાભાઈ દેસાઈ સહિત અન્ય દસથી પંદર ખેડુતોએ રસ્તો રોકી ચકકાજામ કર્યો હતો. પરંતુ સમગ્ર ઘટના અંગે શિહોરી પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી જઈ વિરોધ પ્રદર્શન કરી રહેલા ભારતીય કિસાન સંઘના પ્રમુખ સહિત 10 જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. અને શિહોરી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. જોકે ભારતીય કિસાન સંઘના પ્રદેશ કારોબારી સમિતીના સભ્યોએ ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે.

ગુજરાતમાં ખેડૂતોને વિજબીલ અને મીટર પ્રથા નાબૂદ કરવા સહિત અન્ય મુદ્દાઓ અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સામે બાંયો ચડાવી દીધી છે. ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે હવે સરકાર તરફથી નિર્ણય લેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જેમાં કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ વાઘાભાઈ પટેલની આગેવાની હેઠળ રસ્તા રોકો આંદોલન કરાયું હતું. જેમાં શિહોરી પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.