આઈસીસી હકો માટે ડિઝની સ્ટાર અને ઝી વચ્ચે પેટા કરાર થયો

Sports
Sports

નવીદિલ્હી,આઈસીસી મીડિયા અધિકારો માટે તાજેતરમાં જ ડિઝની સ્ટાર અને ઝી ગ્રૂપ વચ્ચે પેટા કરાર કરવામાં આવ્યો છે. આ કરાર મુજબ ઝી ગ્રૂપને આઈસીસી મેન્સ અંડર-૧૯ ઈવેન્ટનું ૨૦૨૪થી ૨૦૨૭ સુધી પ્રસારણ કરી શકશે. આઈસીસીની ઈવેન્ટ્‌સના ડિજિટલ હકો ડિઝની સ્ટાર પાસે છે. ગત સપ્તાહે ડિઝની સ્ટારે ત્રણ અબજ ડોલરમાં ભારતીય બજાર માટે હકો મેળવ્યા હતા. આ પેટા કરારને પગલે ઝી ૨૦૨૪થી ૨૬ સુધી આઈસીસીની ઈવેન્ટ્‌સ જેમ કે આઈસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ, ૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૨૭નો વન-ડે વર્લ્ડ કપનું પ્રસારણ કરી શકશે.

આ કરાર અંતર્ગત બન્ને કંપનીઓ આર્થિક બોજ વહેંચશે. ભારતીય મીડિયા અને મનોરંજન ક્ષેત્રે આ પ્રકારનો સૌપ્રથમ કરાર થયો છે. ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈઝ લિ.ના એમડી અને સીઈો પુનીત ગોયન્કાએ જણાવ્યું કે, ડિઝની સાથેનું જાેડાણ ભારતમાં રમત વ્યવસાય ક્ષેત્રે અમારી ઝડપ અને વ્યૂહાત્મક દ્રષ્ટિને દર્શાવે છે. ૨૦૨૭ સુધી આઈસીસી પુરૂષ ક્રિકેટ આયોજનો માટે વન-સ્ટોપ ટેલીવિઝન ડેસ્ટિનેશનના રૂપમાં ઝી તેના વ્યાપક નેટવર્કના માધ્યમથી દર્શકોને એક અદભૂત અનુભવ પૂરો પાડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.