પટૌડી પેલેસ બહાર ઉગેલા મૂળા તોડી લાવ્યો તૈમૂર

ફિલ્મી દુનિયા

મુંબઈ, કરીના કપૂર અને સૈફ અલી ખાન કામમાંથી બ્રેક મળતાં જ બંને બાળકો- તૈમૂર અને જેહ અલી ખાનને લઈને વેકેશન પર ઉપડી જાય છે. મોટા દીકરા તૈમૂરને સ્કૂલમાં સમર વેકેશન પડતાં પટૌડી પરિવાર એક મહિના માટે લંડન ગયો હતો. ત્યાંથી તેઓ હજી હાલમાં જ પાછા આવ્યા છે અને ફરીથી રજાઓ ગાળવા ગયા છે. આ વખતે તેઓ તેમના પૈતૃક નિવાસ પટૌડી પેલેસ પહોંચ્યા છે. સૈફના માતા અને પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર ત્યાં એકલા રહે છે ત્યારે પરિવાર ખાસ તો તેમને મળવા જ ત્યાં ગયો છે. છેલ્લે તેમણે પટૌડી પેલેસની મુલાકાત દિવાળીની ઉજવણી વખતે લીધી હતી અને તે સમયે બહેન કરિશ્મા કપૂર, તેના બે બાળકો અને ફ્રેન્ડ અમૃતા અરોરા પણ તેમની સાથે જાેડાઈ હતી. જાે કે, આ વખતે તેઓ ચાર સભ્યો જ ગયા છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી બેબો તેમના વેકેશનની તસવીરો શેર કરી રહી છે. પટૌડી પેલેસની આગળ રહેલી જગ્યામાં ખેતી પણ થાય છે અને હાલ ત્યાં મૂળા ઉગ્યા છે. કરીના કપૂરે તૈમૂર ખેતરમાંથી મૂળા ઉખાડી રહ્યો હોય તેવી કેટલીક તસવીરો શેર કરી છે. સાડા ચાર વર્ષના ટિમે વ્હાઈટ ટીશર્ટ, ડેનિમ તેમજ શૂઝ પહેર્યા છે અને તેના હાથમાં મૂળા છે. આ મૂળાના આજે બપોરે જમવામાં પરાઠા બન્યા હોવાનું પણ એક્ટ્રેસે જણાવ્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું છે ‘લંચ માટે ઘી સાથે ગરમ ગરમ મૂળાના પરાઠા #TimTim #Homegrown #Plant #Grow #Eat’. ફોઈ સબા અલી ખાને કોમેન્ટ કરતાં લખ્યું છે ‘ખૂબ જ ગર્વ છે. એક દિવસ પહેલા કરીના કપૂરે તે સૈફ અલી ખાન સાથે બેડમિન્ટરન રમી રહી હોય તેવો વીડિયો શેર કર્યો હતો. ‘પતિ સાથે મન્ડે સ્પોર્ટ..

એટલું પણ ખરાબ નહોતું. અમ્મુ, તું ગેમ માટે તૈયાર છે @amuaroraofficial’.’. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર થોડા દિવસ પહેલા જ રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં આમિર ખાન સાથે જાેવા મળી હતી, જે બોક્સઓફિસ પર ઊંધામાથે પછડાઈ હતી. તે ખૂબ જલ્દી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાની છે. તે સુજાેય ઘોષની ફિલ્મ ‘ધ ડીવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. આ સિવાય તે હંસલ મહેતા અને એકતા કપૂર સાથે પણ એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. બીજી તરફ, સૈફ અલી ખાન પાસે પ્રભાસ, ક્રીતિ સેનન અને સની સિંહ સાથેની ફિલ્મ ‘આદીપુરુષ’ છે, જેમાં તે રાવણનું પાત્ર ભજવી રહ્યો છે. તેની હ્રિતિક રોશન સાથેની ફિલ્મ ‘વિક્રમ વેધા’ની રિલીઝની રાહ જાેવાઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.