ગુજરાત સહિત રાજસ્થાનમાં ધોધમાર વરસાદમાં બનાસકાંઠા જિલ્લાનો સૌથી મોટો ડેમ તૂટયો હતા

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડા ડેમ જે જિલ્લાના જળાશયો પૈકી સૌથી મોટો ડેમ છે. આ ડેમ ૧૯૬૫ની સાલમાં નિર્માણ પામ્યો હતો અને નિર્માણના ૮ વર્ષ બાદ જ રાજસ્થાન સહિત ગુજરાતમાં ભારે વરસાદના કારણે બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા આ ડેમના કાચા પાળાના ભાગમાં ભંગાણ થયું હતું અને દાંતીવાડા ડેમ તૂટયો હતો. દાંતીવાડા ડેમ ફૂટયાના ૪૯ વર્ષ પછી પણ ઘરડા લોકો આજે પણ જુના સમયને યાદ કરી થર થર કાંપી ઉઠે છે. વર્ષો પહેલાં હાલના સમય જેટલું આધુનિકરણ ન હતું વાહન વહેવાર પણ ખૂબ ઓછો હતો. દૂરીસંચાર માટેના સમાચારો માટે પણ રેડિયો અને વાયરલેસથી વિશેષ કોઈ જ સુવિધાઓ લોકો પાસે ન હતી. વર્ષ ૧૯૭૩માં ગુજરાત સહિત રાજસ્થાનમાં અતિભારે વરસાદ પડતાં લગભગ બધી નદીઓ પાણીના પ્રવાહઓથી ગાંડીતુંર બની બંને કાંઠે વહેતી થઈ હતી. લોકોનું માનીએ તો મધ રાત્રીએ ડેમ તૂટયો હતો અને સાથે સાથે સિંચાઈ વિભાગના કર્મચારીઓની લાંબી મથામણ બાદ અનેક જાેખમો લઈ ગેટ ખોલવામાં પણ સફળતા મળી ચૂકી હતી. પાણીનો પ્રવાહ વહેલી સવારથી વધ્યો હતો સાથે ડેમથી સાવ નજીકના લોકોમાં પણ ડેમ ફૂટયાના સમાચાર રાત્રી દરમિયાન જ પરસ્પર મળવાનું ચાલુ થતાં લોકો પોતાના બાંધેલા પશુઓને છોડી છોડી પરિવારો સાથે ચાલતા અને બળદ ગાડાના સહારા લઈ ઊંચાઈવાળા ભાગોમાં આવેલા ગામડાઓમાં પ હોંચ્યા હતા. જેનાં પગલે લોકોમાં જાનહાની ટળી હતી પરંતુ અનેક લોકોને પાણીના રૌદ્ર સ્વરુપે નજરો આગળ મોત જરૂર દેખાડ્યું હતુ

આમને પણ યાદ કરવા જાેઈએ..
દાંતીવાડા કોલોનીમાં હાલ જે બજાર દેખાય છે તેવું બજાર ન હતું ત્યાં દાંતીવાડા કોલોનીના સ્થાપક એવા પૃથ્વીભાઈ પટેલ, ખેમચંદભાઈ શાહ તથા શાન્તિભાઈ શાહ દ્વારા જંગલમાં મંગલ કરવાની નેમ સાથે તેઓએ ત્યાં કરીયાણા, કાપડ, હોટલ તથા અનાજ દળવાની ઘંટી જેવી નાના બજાર જેવી સુવિધા ઉભી કરેલ હતી. ડેમ ફુટ્યો ત્યારે ચંડીસરના બારોટ પરિવાર તેમજ પાલનપુર બાજુના ૧૫૦ જેટલા પ્રવાસી દાંતીવાડા અટવાઈ ગયા હતા ત્યારે આ ત્રિપુટીએ તમામ પ્રવાસીઓને રહેવા જમવાની સગવડ કરી આપી હતી. બીએસએફના કમાન્ડેન્ટ દુધારામ તથા ડેપ્યુટી કમાન્ડેન્ટ નાયર દ્વારા બીએસએફના જવાનો તથા તેમના પરિવારને પાલનપુર સલામત સ્થળે ખસેડ્યા હતા. પરંતુ કમાન્ડેન્ટ અને ડેપ્યુટી કમાન્ડે્‌નટ એક કંપની સાથે દાંતીવાડા કેમ્પમાં હાજર રહી તેઓ પણ ફસાયેલા પ્રવાસી ઓની મદદમાં સાથે જાેડાયા હતા.

ડેમ ફૂટયો એ ગામના લોકો આજે પણ ડરે છે
રાણાવાસ ગામના ૯૦ વર્ષના આહજીભાઈ રામજીભાઈ જેગોડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ડેમ ફૂટયો ત્યારે અમારા ગામમાં સૌથી પહેલાં પાણી આવ્યું હતું રાત્રિનો સમય હતો પરંતુ ડેમ ફૂટવાની જાણ થતા ગામ ખાલી થઈ ગયું હતું. લોકો ચલાતા અને બળદ ગાડા જાેડી બીજા ગામોમાં ચાલ્યા ગયા હતા. અમારા ગામમાં ૧૦ જેટલા મકાનો પણ પાણીથી પડ્યા હતા અને ખેતરો સાફ ધોવાઈ ગયા હતા. હાલમાં પણ ડેમ ભરાયો એવા સમાચાર સાંભળું એટલે છોકરાઓને સાવચેત રહેવા બોલું છું અને જૂનો સમય યાદ કરતા પરિવારની ચિંતા થાય છે.

વધુ વરસાદમા પાવર સપ્લાય બંધ થતાં બનાવ બન્યો હતો
દાંતીવાડા ડેમના ૧૧ દરવાજા છે જેમાં એક ગેટની પહોળાઈ ૪૧ ફુટ જ્યારે ઊંચાઈ ૨૭ ફુટ છે. જાે ડેમના ટોટલ ૧૧ દરવાજા એક સાથે ખોલવામાં આવે તો ૨ લાખ ૪૮ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડી શકાય છે તેમજ વધારાની છલતી માટે બનેલા વરટીકલ ૧૪ ગેટ છે. જેમાં એક ગેટની પહોળાઈ ૬૦ ફુટ જ્યારે ઊંચાઈ ૧૬ ફુટ છે. જાે એ ટોટલ ૧૪ ગેટ ખોલી દેવામાં આવે તો તેની કેપેસિટી ૨ લાખ ૫૦ હજાર કયુસેક પાણી નદીમાં છોડવાની છે. એટલેકે ડેમ નિર્માણની યોજના પ્રમાણે ટોટલ ૨૫ ગેટ મારફતે ૪ લાખ ૯૮ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડી શકવાની કેપેસિટી ધરાવે છે.

હિંમતભાઈની હિંમતને દાદ દેવી પડે ડેમના પીડબલ્યુડી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હિમાતભાઈ જગમાલભાઈ ચૌધરી, નીલપુર ગામના રહેવાશી જેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે એ સમય અમે જે લોકો ડેમ ઉપર હતા. એમના માટે ખૂબ વિકરાળ હતો. પાવર સપ્લાય બંધ થયો હતો. જનરેટર પણ સાથ આપવા તૈયાર ન હતા. અમારા અધિકારીઓ અને અમારા બધાને મોત નજીક દેખાતું હતું. જાે ગેટ ખુલી જાય તો અનેક જીવન બચશે બાકી અમે પણ નઈ અને અસંખ્ય લોકો પણ નહીં બચે જે વિચાર કરીને હિંમત રાખી અધિકારીઓ સાથે મનમાંથી મોતની ડર કાઢી કલાકો સુધી જીવન-મરણ વચ્ચે જહેમત ઉઠાવી ત્યારે જઈ ડેમના દરવાજા ખોલવામાં સફળતા મળી હતી. વધુમાં તેમણે પૂછતાં તેમણે માત્ર એટલુંજ કહ્યું હતું કે બે પંચાલ ભાઈ અને મેં જાે એ દિવસે સાહસ ન કર્યું
હોત તો ખબર નથી લોકોનું શું થયું હોત.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.