મહેસાણામાં ધોધમાર વરસાદમાં પહેલા ખાડા આદમી પાર્ટીએ સ્વ ખર્ચે પુરવાનું ચાલુ કર્યું

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમાં વરસાદી માહોલ દરમિયાન શહેરના મોટા ભાગના માર્ગો ધોવાઈ જતા માર્ગો પર મોટા ખાડાઓ પડી ગયા હતા. તેમજ આ માર્ગો પર પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે, આ માર્ગો પર પડેલા ખાડાઓના કારણે કોઈ અકસ્માતન સર્જાય તેમજ અકસ્માતમાં કોઈ નુકસાનકારકન થાય એ માટે મહેસાણા આમ આદમી પાર્ટીએ છેલ્લા બે દિવસથી ખાડાઓ પુરવાનું શરૂ કર્યું છે.

મહેસાણા શહેરમાં માનવ આશ્રમ રોડ, વિસનગર રોડ, માલગોડાઉન રોડ સહિત માર્ગો પર પડેલા મોટા ખાડાઓ આમ આદમી પાર્ટીએ પુર્યા હતા. તેમજ મહેસાણા નગરપાલિકાને તાકીદ કરવામાં આવી હતી. જોકે, એક અઠવાડિયા દરમિયાન શહેરમાં પડેલા ખાડાઓ પુરવારમાં નહીં આવે તો આમ આદમી પાર્ટી સમગ મહેસાણા શહેરમાં ખાડાઓ પુરસે તેવું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.