વડગામનો મુકતેશ્વર ડેમ ઓવરફલો : આજે સવારે એક દરવાજાે ખોલાશ

અરવલ્લી
અરવલ્લી

(રખેવાળ ન્યૂઝ) વડગામ, છાપી વડગામ તાલુકાના મુકતેશ્વર ખાતે આવેલા ડેમનં પાણી સોમવારના વહેલી સવારે છોડવામાં આવશે તેવું ડેમના સૂત્રોએ જણાવ્યું હતું. વડગામના જીવાદોરી સમાન આવેલા મોકેશ્વર ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નવા પાણીની આવક વધી રહી છે. હાલમા મુકતેશ્વર ડેમમાં ૯૫ ટકા પાણીની આવક થતાં ડેમના સત્તાધીશોને પાણી છોડવાની ફરજ પડી છે. મોકેશ્વર ડેમના ઇજનેર રાકેશ પટેલે જણાવ્યું હતું કે ડેમમાં પાણીની આવક થઇ રહી છે. હાલમાં ૨૦૧.૩૦ મીટર નું લેવલ થયેલ છે.રાત્રીના ૩ વાગ્યા આસપાસ ૯૫ ટકા પાણીની આવક થશે જેના કારણે પાણી છોડવુ પડે તેમ હોવાથી સોમવારના વહેલી સવારે ચાર વાગ્યે ડેમનો એક દરવાજાે ખોલી ૧૦૦ ક્યુસેક પાણી સરસ્વતી નદી તેમજ ખેરાલુ પંથકની ડાબાકાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવશે.

જેના કારણે સરસ્વતી નદી કાંઠા વિસ્તારમાં આવેલા નિઝામ પુરા, ઇકબાલપુરા, તાજપુરા, શેરપુરા, સલેમકોટ, ભાખરી, મેપડા, બાદરપુરા, ભલગામ, ભૂખલા, પેપોળ, નાગરપુરા, નગરી, પિલુચા, ડાલવાણા, નગાણા, ઉમરેચા સહીતના ગામડાઓના લોકોને નદી વિસ્તારમાં ન જવા માટે ડેમના સૂત્રો તેમજ વડગામ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સાવચેતી આપવામાં આવી છે. સરસ્વતી નદીની સાથે સાથે ખેરાલુ પંથકની ડાબા કાંઠાની કેનાલમાં પણ પાણી છોડવામાં આવશે તેવું રાકેશપટેલે જણાવ્યું હતું. મુકતેશ્વર ડેમમાં હાલમાં ૫૦૦
ક્યુસેક પાણીની આવક સામે ૧૦૦ ક્યુસેક પાણી છોડવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. જેની સત્તાવાર જાહેરાત વડગામ મામલતદાર હરેશભાઇ અમીને કરી હતી. વર્ષ ૨૦૧૭ માં મેઘરાજાએ મહેર કરતાં મૂકતેશ્વર જળાશયના પાંચ દરવાજા ખોલી અંદાજે એક માસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.