![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-309.jpg)
બનાસકાંઠાના અરણીવાડા ગામ પાસેથી સાદી રેતીની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ
બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ખનિજ ચોરી ઝડપવામાં અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે, જેમાં ગત રાતે 27 ઓગસ્ટ 2022 ના રોજ ચેકિંગ કામગીરી દરમિયાન ખાનગી રાહે આકસ્મિક તપાસ સિહોરી ના અરણીવાડા ગામ નજીક ગેરકાયદેસર સાદી રેતી વહન કરતા 3 ટ્રેલર તેમજ 5 ડમ્પર જેના નંબર (1) GJ 08 AU 4119 (2) GJ 08 AU 9214 (3) RJ 27 GB 7511 (4) GJ 08 AU 5888 (5) GJ 24 X 3309 (6) RJ 27 GC 6644 (7) RJ 04 GB 6632 (8) RJ 04 GB 6018 રોકાવી પૂછપરછ કરતાં રોયલ્ટી પરમીટ વગર સાદી માટી વહન કરતા હતા જેને ઝડપી શિહોરી પોલિસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે. આમ, 8 વાહન તેમજ ખનિજ મળી રૂ. 2.50 કરોડ નો મુદ્દામાલ કબ્જે કરેલ. જેની અંદાજે 15 લાખની દંડકિય રકમની વસુલાતની કાર્યવાહી ચાલુ માં છે.
વધુમાં ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, બનાસકાંઠા ની તપાસ ટીમ દ્વારા અવાર નવાર સમગ્ર જિલ્લામાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે છે તથા તપાસ ટીમ દ્વારા ટેકનોલોજી નો ઉપયોગ કરી ડ્રોન સર્વેલન્સ દ્વારા તેમજ પ્રાઇવેટ વાહન મારફતે, ખનીજ ચોરી અટકાવવા દિવસ રાત તપાસ ટીમ દ્વારા ચેકીંગ ની કામગીરી કરવામાં આવે છે.