ખેરાલુમાં ખેતરમાં ટ્રેકટર ચલાવવા મામલે માતા-દીકરાને ધોકા વડે માર મરાયો

મહેસાણા
મહેસાણા

ખેરાલુના મછાવા ગામે રહેતા ચૌધરી જવલબેને નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ અને તેમનો દીકરો ખેતરમાં ચારો લેવા જતા હતા. એ દરમિયાન ગામનો ચૌધરી વીનું પોતાનું ટ્રેકટર લઇ આવી ફરિયાદીના ખેતરમાં થઈ હંકારતો હતો. જેથી ફરિયાદીના દીકરાએ ચૌધરી વિનુને કહેલ કે ” તમે અમારા ખેતરમાં ટ્રેકટર કેમ ચલાવો છો” આમ કહેતા ચૌધરી વિનુએ ફરિયાદીને દીકરા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

બાદમાં મામલો ઉગ્ર ના બને એ માટે ફરિયાદીએ પોતાન દીકરાને સમજાવી ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં ચૌધરી વીનું પોતાની પત્ની અને દીકરી સાથે ખેતરમાં આવી ફરિયાદી સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. જ્યાં ફરિયાદીનો દીકરો આવી જતા ફરિયાદીને મારજુડથી બચાવી હતી તેમજ વીનું ચૌધરીએ ફરિયાદીને મારી નાખવાની ધમકીઓ આપી ત્યાંથી નીકળી ગયા હતા.સમગ્ર મામલે ચૌધરી જવલબેને હુમલો કરનાર ચૌધરી વિનુભાઈ,ચૌધરી નિશા,ચૌધરી સવિતા બેન વિરુદ્ધ ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.