ઠગ ટોળકીએ ખેડૂત પરીવાર પાસેથી અંધશ્રધ્ધાના નામે લાખો રૂપિયા પડાવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

સરહદી વિસ્તારોમાં અંધશ્રદ્ધાના અવારનવાર કીસ્સાઓ બનતા હોય છે ત્યારે આજે ફરી એક વખત ભાભર સરહદી વિસ્તારમાં અંધશ્રદ્ધાનુ ભુત ધુણયુ હોવાનું સામે આવ્યું છે. ભાભર તાલુકાના મીઠા ગામે લેરાજી ધારશીજી ઠાકોર નામના ખેડુત પરિવારના ઘેર ઘણા સમયથી
તમારા ઘરમાં એક ચુડવેલ છે તેમ કહીને અમુક ઠગો ઈસમો દ્વારા અવારનવાર અંધશ્રદ્ધાના નામે ભોળવીને ત્રણથી ચારવખત રુપિયા
લઇને ખેડુત પરિવાર સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. આ બાબતે ભોગ બનનાર પરિવારની મહિલાએ જણાવ્યું હતું કે તમારા
ઘરમાં દેવ દુઃખ છે કહી પ્રથમ દિવસે દશ હજાર અને બીજા દિવસે ચુડવેલ નામનું ભૂત છે તેને કાઢવા માટે વધુ ચાલીસ હજાર અને પછી
ચુડવેલ ને ઘેટાં બકરાં ખવરાવવા પડશે તેવું કહી વારંવાર પૈસા પડાવ્યા  હતા અમારી પાસે થી લાખો રૂપિયા પડાવ્યા પછી ખબર પડી કે આ તો ઠગ ટોળકી છે?.આવી જાણ થતાં ગામલોકો ભેગા થતાં આ ટોળકી નાશી છુટતા તેમને પકડી પાડયા પોલીસ ને હવાલે કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.