બનાસ નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

જુનાડીસા ગામ પાસે નદીમાં નાહવા પડેલા ત્રણ મિત્રો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડૂબેલા ત્રણેય લોકોની શોધ ખોળ હાથ ધરી હતી. જુનાડીસા ગામે રહેતા ત્રણ મિત્ર બદરી આલમ ઘાસુરા, ઇલિયાસ સુમરા અને ઇકબાલ સુમરા તેમના પરિવાર સાથે બનાસનદીમાં આવેલું પાણી જાેવા માટે ગયા હતા. જેમાં બે મિત્રો નદીમાં નાહવા પડ્યા હતા જાે કે પાણીના વમણ માં ફસાતા ત્રીજાે મિત્ર તેને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યો હતો. પરંતુ ૪૦ ફૂટ ઊંડા ખાડા ના પાણીમાં ફસાઈ જતા ત્રણેય મિત્રો પરિવારની નજર સમક્ષ ડૂબવા લાગ્યા હતા. ઘટનાને પગલે હતપ્રત બનેલા પરિવારે ત્રણેય યુવકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જાેત જાેતા માં પરિવારોની નજર સામે જ ત્રણેય યુવકો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ, મામલતદાર અને તાલુકા વિકાસ
અધિકારી સહિત તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત કામગીરી શરૂ કરી ત્રણેય યુવકોની શોધ ખોળ હાથ ધરી હતી પરંતુ મોડી સાંજ સુધી એક પણ યુવક નો પતો લાગ્યો ન હતો. એક જ સમાજના ત્રણ યુવકો ના મોત થતા જુનાડીસા ગામમાં માતમ છવાયો હતો. ત્રણેય મિત્રો ડૂબતા નો વીડિયો પણ સોશ્યલ મીડિયા માં વાયરલ થયો છે , ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા નદીમાં ન જવા માટે તેમજ પાણીમાં ન જવા માટે છેલ્લા ૧૫ દિવસથી વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે અને જાહેરનામું પણ બહાર પાડ્યું છે તેમ છતાં પણ લોકો આ ખાડા કામ કરીને પણ, પોલીસ બંદોબસ્ત હોય તો છાનામાના છુપાઈને પણ નદીમાં ક્ષણભરની મજા માટે ચાલ્યા જાય છે અને બાદમાં નદી માં ન્હાવા ની મજા લેવા જતા ફસાઈને મોતના મુખમાં ધકેલાય છે. ત્યારે ફરી તંત્ર દ્વારા લોકો ને નદીમાં નાહવા ન જાય અને સાવચેત રહે તે માં અપીલ કરાઈ છે.

ડૂબતા યુવકો નો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો જુનાડીસાથી પસાર થતી બનાસ નદીમાં ત્રણ યુવકો ડુબી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં લોકો યુવકને નદીમાં આગળ ન જવા વિનંતી કરી રહ્યા છે તેમ થતા યુવકો નદીમાં આગળ જતા ઉંડા પાણીમાં ગરકારો થઈ જાય છે.

તંત્રએ લોકોને નદીમાં ન જવા અપીલ કરેલી હતી…
ત્રણેય મિત્રો ડૂબતા નો વીડિયો પણ સોશ્યલ મીડિયા માં વાયરલ થયો છે , ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા નદીમાં ન જવા માટે તેમજ પાણીમાં ન જવા માટે છેલ્લા ૧૫ દિવસથી વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે અને જાહેરનામું પણ બહાર પાડ્યું છે.તેમ છતાં પણ લોકો આંખ ખાડા કાન કરીને પણ, પોલીસ બંદોબસ્ત હોય તો છાનામાના છુપાઈને પણ નદીમાં ક્ષણભરની મજા માટે ચાલ્યા જાય છે અને બાદમાં નદી માં ન્હાવા ની મજા લેવા જતા ફસાઈને મોતના મુખમાં ધકેલાય છે. ત્યારે ફરી તંત્ર દ્વારા લોકો ને નદીમાં નાહવા ન જાય અને સાવચેત રહે તે માં અપીલ કરાઈ છે.

પરિવારજનો સમક્ષ ત્રણ યુવાનો ડુબ્યા બનાસ નદીને જાેવા પરિવાર સાથે અનેક લોકો ઉમટીયા હતા ત્યારે બપોરના સુમારે નદીમાં ન્હાવા પડેલા ઘાસુરા બદ્રીઆલમ અબ્બાસખાન ઉ.વ.આશરે ૩૬,સુમરા ઇકબાલભાઈ અલ્લારખાભાઈ ઉ.વ.આશરે ૨૫ અને સુમરા ઈલિયાસભાઈ મહમ્મદભાઈ ઉ.વ.આશરે ૨૫ પરિવારોની હાજરીમાં ગણતરીના સમયમાં નદીની ઊંડી કોતરમાં ગરકાવ થઈ ગયા હતા. બનાસ નદીમાં મોટી મોટી કોતરો આવેલી છે બનાસ નદીમાં મોટી મોટી કોતરો આવેલી છે જેથી પાણી ચાલતું હોય તેમ છતાં ખબર પડતી નથી. જેના કારણે જ્યારે નદીમાં પાણી આવે છે ત્યારે બનાસ નદીમાં ડૂબી જવાની ઘટનાઓ સામે આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.