વિસનગરમાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ વરસાદે, રસ્તા પર નદી વહેવા લાગી

ગુજરાત
ગુજરાત

વીસનગરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા 5 ઈંચથી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા. વીસનગરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી ભરાતા જીવન અસ્ત વ્યસ્ત બન્યું હતું. જેમાં વીસનગરની કાંસા.એન.એ વિસ્તારની સોસાયટીઓ પાણી પાણી થઇ ગઇ હતી. જેમાં પાણીના કારણે વિદ્યાર્થીઓ, નોકરીયાતને પણ તકલીફ પડી હતી.

આ વિસ્તારની સોસાયટીમાં એટલી હદે પાણી ભરાયુ હતું કે લોકોને નુકસાન પણ ભોગવવું પડ્યું હતું. વીસનગરમાં વરસાદને કારણે ખાડાઓની સમસ્યા સર્જાઈ હતી. કડા ચોકડીથી પાલડી સુધી કમર તોડ રોડ બની ગયો હતો. મસમોટા ખાડા પડી ગયા હતા. નાળાઓમાં પાણી છલકાતા અનેક રસ્તાઓ બ્લોક થયા હતા. જેના લીધે વાહનવ્યવહાર ઠપ થયો હતો.

વીસનગરની અંદર છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ થી વધુનો વરસાદ નોંધાયો હતો જેને લઇ વીસનગર માં અનેક વિસ્તારોમાં પાણી પાણી થઇ જવા પામ્યા હતા. વરસાદને કારણે અમુક વિસ્તારોમાં જીવન અસ્ત વ્યસ્ત બન્યું હતું. જેથી વરસાદને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પડેલા 5 ઇંચ વરસાદના પાણી અમુક વિસ્તારમાં હજુ સુધી નીસર્યા નથી. અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.

વીસનગરમાં અત્યાર સુધી સિઝનનો 599 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં વીસનગરમાં શરૂઆતથી જ વરસાદ નોંધાયો હતો. જેને લઇ કુલ સીઝનનો વધારે વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે જેથી પાકોમાં પણ નુકસાન જોવા મળ્યું છે. આજના 6 વાગ્યા સુધી કુલ મળી વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.