મહેસાણામાં મોટપ ગામે એક મકાનની દિવાલ ધરાશાયી, વિકલાંગ દંપતીનો આબાદ બચાવ

મહેસાણા
મહેસાણા

મહેસાણાના શહેર અંને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે જન જીવન ઠપ થઈ ગયું હોય તેવા દ્રશ્ય સર્જાય છે. હાલમાં મહેસાણા નજીક આવેલા મોટપ ગામે ગત મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે મોટપ ગામમાં રહેતા પટેલ સુરેશ રણછોડભાઈના મકાનની પાછળની દિવાલ મધરાતે એકાએક ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકો પરિવારની મદદ કરવા દોડી આવ્યા હતા. ત્યારે આ મકાનમાં રહેતું દંપતી વિકલાંગ હોવાની વિગતો સામે આવી છે. ત્યારે સમગ્ર ઘટનાના દંપતીનો આબાદ બચાવ થયો હતો. તેમજ ઘટના બાદ ગામના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.