ડીસામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ, બે દિવસ ભારે વરસાદની આગાહી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે દિવસ ભર ઝરમર વરસાદ વરસ્યા બાદ ડીસામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતા એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજે વહેલી સવારથી પણ ડીસા પંથકમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગામી બે દિવસ સુધી હજુ પણ ભારેથી અતિભારે વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદી વાતાવરણના કારણે વાતાવરણ પર ઠંડુગાર બની ગયુ છે, તો બીજી તરફ ખેડૂતો પણ ખુશ ખુશાલ થઈ ગયા છે.

આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ રહેતા પાણીના ઊંડા થઇ ગયેલા તળ પણ ઊંચા આવશે. જેથી ખેડૂતોને સિંચાઈમાં મોટો ફાયદો થશે. ડીસામાં અત્યાર સુધી સિઝનનો 128.48 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લામાં 122.46 ટકા વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.