ધાનેરામાં ચાર આંગણવાડી કેન્દ્ર ભાડાના જર્જરીત મકાનમાં ચાલી રહી છે

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા શહેરમાં કુલ ૧૫ આંગણવાડી કેન્દ્ર આવલા છે. જેમાં છેલ્લા ૨૦ વર્ષ થી ચાર જેટલી આંગણવાડી કેન્દ્ર જર્જરીત ભાડામાં મકાનમા ચાલી રહ્યા છે. જિલ્લાના વહીવટી તંત્રની ઢીલી નીતિનાં કારણે માસૂમ બાળકો ભય સાથે આંગણવાડી કેન્દ્ર પર આવી રહ્યા છે. ગરીબ અને મધ્યમવર્ગ ના બાળકોને પોષણયુક્ત આહાર આપી શકાય બાળકો નાની ઉમરથી શિક્ષણ બાબતે પ્રેરિત થાય, તેવો સરકારનો આસય છે. જાેકે ધાનેરા શહેરમાં આવેલી ચાર જેટલી અલગ અલગ વિસ્તારની આંગણવાડી કેન્દ્રના ભાડાના મકાનમાં હોવાના કારણે બાળકોને યોગ્ય સુવિધાઓ આપી શકાતી નથી. શહેરની વિશ્વકર્મા સોસાયટીમાં આવેલી આંગણવાડી કેન્દ્રના મકાનમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવ થઈ જાય છે. સાથે આ મકાનમાં વીજળી પણ નથી જેથી બાળકોને અંધારા બેસવું પડે છે. આથી સ્થાનિક લોકો નવીન મકાનમાં આંગણવાડી બને તેવી માગ કરી રહ્યાં છે.

ધાનેરા શહેરનાં શિવનગર વિસ્તાર તેમજ અંબાજી મંદિર પાસે આવેલા જવાહર ચોક વિસ્તારની આંગણવાડી કેન્દ્ર પણ નળીયા અને પતરાવાળા ભાડાના મકાનમાં ચાલી રહ્યા છે. આંગણવાડી શરૂ થઈ ત્યારથી લઈ આજ દિન સુધી આ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રને પોતાનું માલિકીનું મકાન મળ્યું નથી. આજ રીતે ધાનેરા શહેરનાં વોર્ડ નંબર ૪ માં આવેલા શેરપુરા વિસ્તારની આંગણવાડી છેલ્લા ૨૬ વર્ષથી ભાડાના મકાનમાં ચાલી રહી છે. જે મકાનમાં વરસાદી પાણીથી બાળકોને બચાવવા માટે પ્લાસ્ટિક બાંધવામા આવ્યું છે. શેરપુરા વિસ્તારના મોટા ભાગે ગરીબ શ્રમિક પરિવારોના બાળકો આંગણવાડી કેન્દ્ર પર આવતા હોય છે.

સરકાર દ્વારા ભાડા પેટે ૫૦૦ રૂપિયા આપવામાં આવે છે. આજની મોઘવારીમાં ૫૦૦ રૂપિયામા શહેરી વિસ્તારમાં મકાન મળવું મુશ્કેલ
છે. જેના કારણે કેટલીક ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી કેન્દ્રનું ભાડું કાર્યકરને ચૂકવવું પડે છે. નથી અહી પીવાના પાણીની
સુવિધા કે નથી અહી સૌચલાયની સુવિધા તો નથી વીજળીની સુવિધા મકાન પર આવેલી તિરાડો અને છત પરથી પડતું વરસાદી
પાણી ગતિશીલ ગુજરાતના પુરાવા આપી રહ્યું છે. સ્થાનિક લોકો નાના ભૂલકાઓની ચિંતા કરી સરકાર યોગ્ય આંગણવાડી કેન્દ્ર પર
યોગ્ય સુવિધાયુક્ત વ્યવસ્થા કરે તેવી રજૂઆત લોકો કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.