![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-245.jpg)
પાટણના કુલ્ડીવાસ વિસ્તારમાં જૂની રાઈઝીંગ પાઇપલાઇનમાં 25 ફૂટ મોટો ભુવો પડ્યો
પાટણ શહેરના વોર્ડ નંબર 7માં આવેલા કુલ્ડીવાસ વિસ્તારમાં સુભાષ ચોકથી મીરા દરવાજા જતી જૂની રાઈઝીંગ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા 25 ફૂટ જેટલો મોટો ભુવો પડી જવા પામ્યો હતો. જેને લઇને સ્થાનિક લોકો પોતાના મકાનો ધારાશાયી ન થાય તે માટે ચિંતિત બન્યા હતા.
આટલો મોટો બનાવ બન્યો હોવા છતાં પણ સ્થાનિક કોર્પોરેટરો એક પણ દેખાયા ન હતા. જેને લઈને સ્થાનિક લોકોમાં વોર્ડ નંબર 7 ના ચૂંટાયેલા કોર્પોરેટરો સામે રોજ પણ જોવા મળ્યો હતો. પાટણ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ પીજે વાણિયાને જાણ કરાતા તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચૂંટાયેલા ભાજપના સ્થાનિક કોર્પોરેટરોને પોતાની જાતને સીએમ સમજતા હોય તેમ પોતાના વોર્ડ વિસ્તારની મુલાકાત ન લેતા તેઓની સામે રોષ પણ ઠાલવ્યો હતો.