આલિયાને સ્ટુડન્ટ ઓફ ધ યર માટે ૧૫ લાખ મળ્યા હતા

ફિલ્મી દુનિયા

મુંબઈ, વર્ષ ૨૦૨૨ને આલિયા ભટ્ટનું વર્ષ કહેવામાં આવે છે. આ વર્ષમાં આલિયા ભટ્ટના રણબીર કપૂર સાથે લગ્ન થયા અને તે માતા પણ બનવાની છે. આટલુ જ નહીં, વર્કફ્રંટની વાત કરીએ તો આલિયા ભટ્ટની પ્રોડ્યુસર તરીકેની પ્રથમ ફિલ્મ ડાર્લિંગ્સ ઓટીટી પર રીલિઝ થઈ. આ પહેલા તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીમાં અદ્દભુત પ્રદર્શન કરીને લોકોનાં દિલ જીત્યા. આ સિવાય તેણે હોલિવૂડ ફિલ્મ માટે પણ શૂટિંગ સમાપ્ત કર્યું. અને હવે તેની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ રીલિઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે કરણ જાેહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર સાથે તે બોલિવૂડમાં આવી હતી.

પરંતુ શું તમે જાણો છો ડેબ્યુ ફિલ્મ માટે તેને કેટલા પૈસા મળ્યા હતા? આલિયા ભટ્ટ ફિલ્મમકેર મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રઝદાનની દીકરી છે. જ્યારે તે ૧૯ વર્ષની હતી ત્યારે તેણે પ્રથમ ફિલ્મ સાઈન કરી હતી. ડેબ્યુ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા જાેવા મળ્યા હતા. આ બન્ને અભિનેતાઓએ પણ આ જ ફિલ્મ સાથે ડેબ્યુ કર્યુ હતું. તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન આલિયા ભટ્ટે ખુલાસો કર્યો કે, તેને સ્ટુડન્ય ઓફ ધ યર માટે ૧૫ લાખ રુપિયા મળ્યા હતા,

પરંતુ તેણે તે પૈસાનો ઉપયોગ નહોતો કર્યો. આલિયાએ જણાવ્યું કે, મેં ચેક તરત મમ્મીને આપી દીધો હતો અને કહ્યુ હતું કે, મમ્મા હવે આ પૈસા તમે જ સંભાળો. અને તે દિવસથી લઈને આજ સુધી મારા પૈસા તે જ હેન્ડલ કરે છે. જાે સ્ટુડન્ટ ઓફ ધ યરની વાત કરીએ તો, ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મના ગીતો હિટ થયા હતા, ન્યુકમર એક્ટર્સને ઓળખ પણ મળી ગઈ હતી, પરંતુ ફિલ્મની સ્ક્રિપ્ટ અને અભિનયની ખૂબ ટીકા થઈ હતી.

કરણ જાેહર પર નેપોટિઝમનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. આલિયા ભટ્ટે આ ફિલ્મ માટે ૫૦૦ અન્ય એક્ટર્સ સાથે ઓડિશન આપ્યું હોવાની જાણકારી મળી રહી છે. ૫૦૦ લોકોમાંથી આલિયાની પસંદગી થઈ હતી. આલિયાએ શનાયાનો રોલ કરવા માટે ૨૦ કિલો વજન ઘટાડ્યુ હતું. ત્યારપછી તો આલિયાએ એક પછી એક અનેક ફિલ્મો કરી અને આજે તેની ગણતરી ટોપ અભિનેત્રીઓમાં થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.