![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-228.jpg)
બનાસકાંઠામાં 691 ગામોમાં સંક્રમણ ફેલાયુ, આજે નવા 1215 કેસ નોંધાયા
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં આજે નવા 1215 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. આજે 22 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 14 તાલુકા ઓમાં પશુ ઉપર લમ્પી વાઇરસની અસર જોવા મળી છે. જિલ્લાના 691 ગામોમાં પશુઓમાં લમ્પી વાઇરસ અસર થઇ છે. અત્યાર સુધી કુલ 19846 પશુઓને લમ્પી વાઇરસની ઝાપેટમાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી 402 પશુઓના મોત નીપજ્યા છે.
જિલ્લાના 14 તાલુકાઓમાં લમ્પી વાઇરસની અસર જોઈએ તો દાંતા તાલુકાના કુલ 28 ગામો, અમીરગઢ તાલુકના કુલ 21, પાલનપુર તાલુકાના કુલ 44 ગામો, વડગામ તાલુકના 44 ગામ, દાંતીવાડા તાલુકાના કુલ 29 ગામ, ડીસા તાલુકાના કુલ 69 ગામો, કાંકરેજ તાલુકના કુલ 66 ગામો, વાવ તાલુકના કુલ 66 ગામો, થરાદ તાલુકાના કુલ 88 ગામો, ભાભર તાલુકાના કુલ 43 ગામો, દિયોદર તાલુકાના કુલ 56 ગામો, ધાનેરા તાલુકના કુલ 48 ગામો, સુઈગામ તાલુકાના કુલ 35 ગામો અને લાખણી તાલુકાના કુલ 54 ગામો મળી જિલ્લા કુલ 691 ગામો લમ્પી વાઇરસ અસરગ્રસ્ત થયા છે.