આજે ભગવાન જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રા : સાદગીપૂર્ણ યોજાશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદ : આજે ભગવાન જગન્નાથની ૧૪૩મી રથયાત્રા એકદમ સાદગીપૂર્ણ યોજાશે. વિશ્વ ભરમાં ચાલી રહેલી કોરોના મહામારીના પગલે ઈતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નહિ નીકળે. ત્યારે ભક્તોએ ટીવી સમક્ષ બેસીને જ ભગવાનની રથયાત્રા નિહાળવી પડશે. દરવર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી રૂપાણી પહિંદ વિધિ કરીને ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઇમાં સહભાગી થશે. આ ઉપરાંત દેશનાં ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પરિવાર સાથે મંગળા આરતીમાં ભાગ લેશે. છેલ્લા ૧૪૨ વર્ષથી ગમે તેવી વિપત્તી છતા પણ રથયાત્રાનું આયોજન થયુ છે. ત્યારે આ વખતે કોર્ટનાં આદેશ બાદ શું કરવું તેવી Âસ્થતી પેદા થઇ હતી. જેના પગલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપરાંત અમદાવાદના મેયર ઉપરાંત ઉચ્ચે અધિકારીઓએ મંદિર ટ્રસ્ટ સાથે વિચાર વિમર્શ કરીને પરંપરા પણ ન તુટે અને જે રિવાજ છે તે પણ જળવાઇ રહે તે પ્રકારનો વચગાળાનો રસ્તો કાઢ્યો હતો. રથયાત્રાની મંદિર ખાતે થતી તમામ વિધિ યથાવત્ત રીતે જ થશે પરંતુ રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવી દેવાશે. મંદિર સંકુલની બહાર રથ કાઢવામાં નહી આવે. ઉપરાંત આ તમામ વિધિમાં કોઇ પણ ભક્તોને પ્રવેશ આપવામાં નહી આવે. માત્ર આમંત્રીત મહેમાનો અને મીડિયાને પ્રવેશ અપાશે. તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે. રથયાત્રામાં ભક્તોને રથ અને પ્રભુને દર્શન કરવા દેવામાં આવશે કે નહી તે મુદ્દે અવઢવ જાવા મળી હતી. મહંત દિલિપદાસજી દ્વારા જણાવાયું કે, રથ બહાર જ મુકવામાં આવશે અને ભગવાનનાં દર્શન કરી શકે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે તકેદારી રાખીને ભક્તોને દર્શન કરવા દેવામાં આવશે. જા કે બીજી તરફ અધિકારીઓ દ્વારા આવી કોઇ વાત નહી થઇ હોવાનું જણાવી રહ્યા છે. જેના કારણે ભક્તોને દર્શન કરવા દેવામાં આવશે કે નહી તે મુદ્દે હાલ ગુંચવાડો ઉભો થયો છે. રથયાત્રા દ્વારા નાથ નગરચર્યાએ નિકળે છે, આ વર્ષોજુની પરંપરા છે માટે તેને સાચવવી પણ તેટલી જ જરૂરી છે. જેના કારણે હાલ મંદિર ટ્રસ્ટ દ્વારા અને સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા વચગાળાનો રસ્તો કાઢવામાં આવ્યો છે. જે અનુસાર મંદિરમાંથી પરંપરા અનુસાર જ પહિંદ વિધિ કરીને ભગવાનને રથમાં બિરાજમાન કરાવવામાં આવશે. મંદિરની ફરતે પ્રદક્ષીણા કરાવીને રાત્રી રોકાણ હંમેશાની પરંપરા અનુસાર બહાર જ કરાવવામાં આવશે. બીજા દિવસે રથમાંથી ભગાવનને મંદિરમાં પ્રવેશ કરાવાશે. આ પ્રકારે પરંપરા પણ જળવાશે અને કોર્ટનાં આદેશની પણ અવગણના નહી થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.