દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪ લાખ ૨૬ હજાર ૧૪૦ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ હજાર ૧૫૮ દર્દી વધ્યા છે.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪ લાખ ૨૬ હજાર ૧૪૦ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ હજાર ૧૫૮ દર્દી વધ્યા છે. સૌથી વધારે ૩૮૭૦ કેસ મહારાષ્ટ્રમાં અને ત્યારપછી ૩૦૦૦ કેસ દિલ્હીમાં આવ્યા હતા. છેલ્લા ૧૩ દિવસોમાં દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા સંક્રમિત દર્દીઓ કરતા વધી રહી છે. હવે ૧ લાખ ૭૫ હજાર ૯૦૪ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે ૨ લાખ ૩૭ હજાર ૨૫૨ સાજા થઈ ચુક્યા છે. કુલ ૧૩ હજાર ૭૦૩ દર્દીઓના મોત થયા છે.

સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી થઈ રહેલા વધારાનું એક કારણ ગત દિવસોથી વધારવામાં આવેલું ટેસ્ટીંગ છે. ૧૬ જૂન સુધી દેશમાં દોઢ લાખ ટેસ્ટ થયા હતા. હવે તેની સંખ્યા ૨ લાખની આસપાસ છે. રવિવારે ૧ લાખ ૯૦ હજાર ૭૩૦ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશઃ
રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૭૯ કેસ સામે આવ્યા છે. સૌથી વધારે ૪૧ દર્દી ઈન્દોરમાં મળ્યા છે. ભોપાલમાં ૩૪ અને ઉજ્જૈનમાં ૩ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી ૪૩૨૯ કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી ૩૧૮૫ દર્દી સાજા થયા છે.
મહારાષ્ટ્રઃ છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૭૦ સંક્રમિત મળ્યા હતા. જે એક દિવસમાં કોરોનાના નવા કેસનો બીજો સૌથી મોટો આંકડો છે. શનિવારે અહીંયા સૌથી વધારે ૩૮૭૪ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પૂણેમાં પણ ૨૪ કલાકમાં ૮૨૩ કેસ સામે આવ્યા હતા. જે અહીંયા એક દિવસમાં સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા છે.

ઉત્તરપ્રદેશઃ

રાજ્યાં કોરોના સંક્રમિતોનો આંકડો૧૭ હજાર ૨૦૦ની પાર થઈ ગયો છે. વિવારે બાગપતમાં ૧૧, હરદોઈ અને મુરાદાબાદમાં ૮-૮, મુઝફ્ફરનગરમાં ૨,ફર્રુખાબાદમાં ૭, એટામાં ડોક્ટર સહિત ૯ લોકોમાં કોરોનાની પુષ્ટી થઈ છે.

રાજસ્થાનઃ

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, રવિવારે રાજ્યમાં ૧૫૪ કેસ આવ્યા હતા. જેમાંથી સૌથી વધારે ૫૯ દર્દી ધૌલપુરમાં મળ્યા હતા. આ ઉપરાંત જયપુરમાં ૩૧, ઝૂંઝૂનૂમાં ૨૨, અલવરમાં ૧૨, સીકરમાં ૯, ડૂંગરપુરમાં ૦૫, રાજસમંદમાં ૦૩, ઝાલાવાડ, નાગૌર અને ઉદેયપુરમાં ૨-૨. ચુરુમાં એક કેસ સામે આવ્યો હતો. એક કેસ અન્ય રાજ્યમાંથી છે.
બિહારઃ રાજ્યના ૧૬ જિલ્લામાં રવિવારે ૨૧ મહિલાઓ સહિત ૯૯ પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૭૬૦૨ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, દરભંગા જિલ્લામાં કોરોનાના સૌથી વધારે ૩૨ કેસ આવ્યા હતા. ત્યારબાદ સમસ્તીપુરમાં ૧૮, બાંકા અને ભાગલપુરમાં ૯-૯, પટના અને રોહતાસમાં ૫-૫, સીવાનમાં ૦૪, કિશનગંજ અને નવાદામાં ૩-૩, ભોજપુર, મધેપુરા, મુંગેર, અને પશ્વિમ ચંપારણમાં ૨-૨, જહાનાબાદ, નાલંદા અને વૈશાલીમાં ૧-૧ સંક્રમિત મળી આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.