હજુ અડધુ ચોમાસુ બાકી છે ત્યા જ જિલ્લામાં ૧૧૦ ટકા વરસાદ પડી ગયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના નબળા ચોમાસા બાદ ચાલુ વર્ષે મેઘરાજા મહેરબાન થતા જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો ૧૧૦ ટકા અને દશ તાલુકામાં ૧૦૦ ટકા થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે જેમાં સૌથી વધુ સુઇગામ માં ૧૨૫ ટકા વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠા જિલ્લા છેલ્લા ત્રણ વર્ષથી અપૂરતો વરસાદ પડતો હોઇ અછત જેવી સ્થિતિ સર્જાતી હતી. જ્યારે ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેતા જિલ્લા માં અત્યાર સુધીમાં ૧૧૦ ટકા વરસાદ પડ્યો છે. જેમાં તાલુકાને બાદ કરતા બાકીના દશ તાલુકામાં ૧૦૦ ટકા થી વધી વરસાદ પડ્યો છે. જિલ્લામાં તાલુકા લેવલે નોંધાયેલ વરસાદમાં કાંકરેજમાં ૧૦૫.૦૭ ટકા, ડીસા ૧૨૧.૦૬ ટકા,થરાદ ૧૦૯,૨૮ ટકા,દાંતા ૧૧૮.૭૭ ટકા, દાંતીવાડા ૧૧૯.૬૬ ટકા,દિયોદર ૧૧૧.૫૮ ટકા, પાલનપુર ૧૦૯.૬૭ ટકા,વડગામ૧૧૭.૭૧ ટકા,વાવ ૧૦૩.૮૮ ટકા અને સુઇગામમાં ૧૨૫.૦૮ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે અમીરગઢ ૯૫.૩૬ ટકા,ધાનેરા ૯૬.૨૦ ટકા,ભાભર ૯૬.૨૪ ટકા અને લાખણીમાં ૯૩.૧૯ ટકા વરસાદ પડી ચુક્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.