સૌરાષ્ટ્ર : જામનગરમાં ૬, જૂનાગઢમાં ૫, ભાવનગરમાં ૨, ગીરસોમનાથમાં ૨ , અમરેલીમાં ૨, વીંછીયામાં ૧ અને બોટાદમાં ૨ કેસ પોઝિટિવ નોંધાયા.

ગુજરાત
ગુજરાત

સૌરાષ્ટ્ર : જામનગરમાં ૬, જૂનાગઢમાં ૫, ભાવનગરમાં ૨, ગીર સોમનાથમાં ૨ અને બોટાદ જિલ્લામાં ૨ કેસ પોઝિટિવ નોંધાયો છે. હાલ તો આરોગ્ય વિભાગે દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૮૮ કેસ નોંધાયા છે.

જામનગરમાં આજે વધુ ૬ કેસ પોઝિટિવ આવ્યા છે. ન્યુ સાધના કોલોની એફ-૫૦૫માં ૪૭ વર્ષીય પુરૂષનો, કુષ્ણનગરમાં ૫૩ વર્ષીય મહિલાનો, ૨૭ વર્ષીય યુવતી અને ૬૦ વર્ષીય વૃદ્ધનો, જ્યારે રણજીનગરમાં રહેતા ૩૧ વર્ષીય યુવક અને પંચેશ્વર ટાવરમાં રહેતા ૪૪ વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જૂનાગઢમાં શીશુમંગલ ક્રોસ રોડ મહાકાલ મંદિર પાસે રહેતા ૭૨ વર્ષીય વૃદ્ધનો, ઓઘડનગર જોશીપરામાં રહેતા ૪૨ વર્ષના પુરૂષનો, સીલ્વર પાર્ક સોસાયટીમાં બ્લોક નં ૩માં રહેતા ૩૨ વર્ષના પુરૂષનો,ખોડીયાર નગર હેમવન સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષીય યુવકનો અને મંગલધામમાં રાધિકા એપાર્ટમેન્ટમાં રહેતા ૫૪ વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. આમ જૂનાગઢ જિલ્લામાં કુલ ૫૭ કેસ નોંધાયા છે. જેમાંથી ૧નું મોત, ૩૪ ડિસ્ચાર્જ અને ૨૨ કેસ સારવાર હેઠળ છે.

અમરેલી જિલ્લામાં આજે વધુ ૨ કેસ પોઝિટિવ નોંધાયા છે. સાવરકુંડલામાં નાગરિક બેંકના પુર્વ ચેરમેનનો અને ઈશ્વરીયા ગામના ૫૦ વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૪૪ પર પહોંચી ગઈ છે.

બોટાદના સાળંગપુરમાં ૬૧ વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વૃદ્ધ કેન્સરના દર્દી હોવાથી સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે વિવેકાનંદ સોસાયટીમાં રહેતાં ૫૦ વર્ષીય આઘેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ ૭૬ કેસ નોંધાયા છે. જેમાંથી ૨નાં મોત, ૫૮ ડિસ્ચાર્જ અને ૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે.

વીંછીયા તાલુકાનાં મોઢુકા ગામે એક ૩૬ વર્ષ યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.

ભાવનગરમાં આજે વધુ ૨ કેસ કોરોના પોઝિટિવ આવ્યાં છે. ભરતનગર શિક્ષક સોસાયટીમાં રહેતાં મહેન્દ્રભાઇ ત્રિવેદી (ઉંમર-૬૨) અને આનંદનગર અપ્પુ ટ્રેડર્સ સામે રહેતાં લાલજીભાઇ જેઠાભાઇ જાદવ (ઉંમર-૬૦)નો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અમદાવાદ બાપુનગરમાં રહેતાં બાબુભાઇ અરજણભાઇ ચુડાસમા (ઉંમર-૪૯) , અમદાવાદ નારોલ વણજારાવાસમાં રહેતાં જગદીશભાઇ ગોવિંદભાઇ પઢીયાર (ઉંમર-૨૨) , ઉમરાળા રહેતાં દિનેશભાઇ ઓધવજીભાઇ જોશી (ઉંમર-૬૦) , તળાજા જકાતનાકા ગોકુલઘામ સોસાયટીમાં રહેતાં હિરેનભાઇ વિજયભાઇ ત્રિવેદી (ઉંમર-૩૨), જેલ ગ્રાઉન્ડ કવાર્ટરમાં રહેતાં બિનાબેન હરેશભાઇ ગૌસ્વામી (ઉંમર-૨૪), દેસાઈનગર ગોકુલઘામ સોસાયટીમાં રહેતાં અંકિત ઇશ્વરભાઇ કંસોદરીયા (ઉંમર-૪૯), મહિલા કોલેજ તિલકનગરમાં રહેતાં પ્રિતીબેન મોજીરામભાઇ નિમાવત (ઉંમર-૩૯), ઘાંચીવાડ ભાવનગર અને તલસારી પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રના ગુલામફરીદ મહમદભાઇ બીલખીયા (ઉંમર-૩૮) , મહુવા રહેતા સવિતાબેન કાળુભાઇ કાછડિયા (ઉંમર-૬૨), બોટાદ જિલ્લામાં નાવડા ગામે રહેતાં ભૂપતભાઇ મેરૂભાઇ ચૌહાણ (ઉંમર-૪૭) તમામ કોરોના મુક્ત થતાં નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે

ગીર સોમનાથ જિલ્લાના તલાલામાં એક ૩૫ વર્ષિય યુવકનો અને કોરોના સંક્રમિત તબીબના પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં ૫૫ કેસ નોંધાયા છે. જેમાંથી ૪૭ ડિસ્ચાર્જ અને ૮ દર્દીઓ સારવાર હેઠડ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.