આગામી ૨૪ કલાક ભારે વરસાદની આગાહી : બિન જરૂરી બહાર ન નીકળવા જિલ્લા કલેકટરની અપીલ

બનાસકાંઠા
બનાસકાંઠા

વરસાદ થયો હતો. જ્યારે આજે પણ વરસાદ ચાલું રહેતા છેલ્લા ૩૦ કલાક માં ૯ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે પાલનપુરમાં ઠેરઠેર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. શહેર નો આબુ હાઇવે બેટમાં ફેરવાતા વાહન વ્યવહાર એકમાર્ગીય કરવાની ફરજ પડી હતી. જ્યારે વરસાદને પગલે હાઇવે બંધ કરાતા ૫ કિલોમીટર લાંબી કતારો જાેવા મળી હતી. ભારે વરસાદને  પગલે શહેરના કીર્તિસ્થભ, બ્રિજેશ્વર
કોલોની, ગણેશપુરા, હરિપુરા, આદર્શ સ્કુલ, બેચરપુરા સહિતના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જન જીવન અસ્ત વ્યસ્ત
બન્યું હતું. પાલનપુરની લડબી નદી જીવંત બનતા લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. તો બાલારામ અને ઉમરદશી નદીમાં પણ નીર આવ્યા હતા. વડગામ તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક માર્ગો બંધ કરવામાં આવ્યા હોવાનું મામલતદાર દ્રારા જાણવા મળે છે તાલુકામાં બે દિવસમાં કુલ આઠ ઈંચ વરસાદ વરસતા અનેક તળાવોમાં નવા નીર આવ્યા હતા. વડગામ તાલુકામાં ત્રીસ કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબક્યો હોવાની વિગતો સામે આવી છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટરે મોરચો સંભાળ્યો
જ્યારે જિલ્લામાં ૨૦ જેટલા રસ્તા બિસ્માર થયા છે. જેનું યુદ્ધના ધોરણે સમારકામ ચાલી રહ્યું છે. દરમિયાન, આગામી ૨૪ કલાક ભારે વરસાદની આગાહી હોઈ લોકોને બિન જરૂરી બહાર ન નીકળવા જિલ્લા કલેકટર આનંદ પટેલે અપીલ કરી હતી. જિલ્લા ના દાંતીવાડા, સિપુ અને મુક્તેશ્વર ડેમમાં પણ પાણીની આવક થઇ રહી છે. ત્યારે ખુદ જિલ્લા કલેકટરે ડીડીઓ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરીમાં આવી મોરચો સાંભળ્યો છે. જાેકે, બપોર બાદ વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.