સિદ્ધપુરમાં પોણા છ ઇંચ વરસાદ ખાબકતાં કાકોશી ગામનુ તળાવ ઑવરફ્લો

પાટણ
પાટણ

જિલ્લામાં અવિરત મેઘમહેરના કારણે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદભવવા પામતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદથી પાટણ શહેરના બન્ને રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. શહેરની કે.કે. ગલ્સ હાઈસ્કૂલ, પારેવા સર્કલ સહિત સરદાર બાગ, બુકડી સહિત વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

હવામાન વિભાગની અગાઈને પગલે પાટણ જિલ્લા છેલ્લા બે દિવસથી મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સરસ્વતીમાં 37 મિમી, સિદ્ધપુરમાં 33 મિમી, શંખેશ્વરમાં 28 મિમી, રાધનપુરમાં 24 મિમી, સંતાલપુરમાં 19 મિમી, સમીમાં 18 મિમી, પાટણમાં 13 મિમી, ચણસમામાં 8 મિમી અને સમીમાં 7 મિમી વરસાદ નોંધાયો છે. જોકે, સિદ્ધપુરમાં છેલ્લા 24 કલાકમાં 138 મિમી વરસાદ ખાબકતાં કાકોશી ગામનુ ઐતિહાસીક તળાવ ઑવરફ્લો થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.