![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-205.jpg)
મહેસાણાના ધરોઈ ડેમની સપાટી 617 ફૂટે પહોંચી
મહેસાણા જિલ્લામાં જિલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોરદાર જામ્યો છે. જેને લઇને મહેસાણા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના અનેક સ્થળે ઢીંચણ સમા પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. બીજી બાજુ મહેસાણા જિલ્લાના સતલાસામાં આવેલો ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ગણાતો ધરોઈ ડેમ હાલમાં સતત નવા નીરની આવક નોંધાઈ રહી છે. આજે સવારે ધરોઈ ડેમની સપાટી 617 ફૂટને આબી જતા સાબરમતી નદીના કાંઠે હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
અરવલ્લીના ડુંગરાળ વિસ્તારમાં વધુ વરસાદ થતાં ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવક પણ વધી છે. ત્યારે હાલમાં ધરોઈ ડેમની સપાટી 617 ફૂટે પહોંચી જતાં પાણીનો જથ્થો 80 ટકા થઈ ગયો છે. સવારે 7 કલાકે ડેમમાં પાણીની આવક 138610 જેટલી થઈ હતી. જેથી ધરોઈ યોજના દ્વારા જિલ્લા કલેક્ટરને એલર્ટ આપવામાં આવ્યું છે.
મહેસાણાના ધરોઈ ડેમ હાલમાં એલર્ટ સ્ટેજ પર છે. જેમાં 80 ટકા ભરાઈ જતા હવે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવશે. હાલમાં સપાટી 187.96 મીટર અને 617.66 ફૂટ થાય છે. ધરોઇની ભયજનક સપાટી 622 ફૂટ છે.