મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે જોરદાર ટક્કર થતાં, 50થી વધારે મુસાફરો ઘવાયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના ગોંદિયામાં મંગળવારની મધરાતે 2:30 વાગ્યે પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે જોરદાર ટક્કર થતાં પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 50થી વધારે મુસાફરો ઘવાયા છે અને તમામને સારવાર માટે નજીકની અલગ અલગ હોસ્પિટલોમાં લઈ જવાયા છે. ટેક્નિકલ ક્ષતિને કારણે એક જ ટ્રેક પર બે ટ્રેન સામસામે આવી જતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.

બંને ટ્રેન એક જ ટ્રેક પર આવી ગઈ હતી. ગ્રીન સિગ્નલ મળ્યા પછી બિલાસપુર-ભગત કી કોઠી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન આગળ નીકળી હતી. જેવી તે ગોંદિયા પહોંચી તો એ જ પાટા પર માલગાડી ઊભી હતી અને માલગાડીના પાછલા ભાગે એ અથડાઈ હતી. એવું મનાય છે કે ટેક્નિશિયન તરફથી સાચો ગ્રીન સિગ્નલ ન મળ્યો એને કારણે આ દુર્ઘટના ઘટી છે. આ ઘટનામાં 50થી વધારે મુસાફરો ઘાયલ થયા છે અને 13 વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.