![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-200.jpg)
ભાજપમાં ભરતી : આજે કોંગ્રેસના બે દિગ્ગજો ભાજપમાં જોડાશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે AAPએ પણ તૈયારી શરૂ કરી છે. એક તરફ PM મોદી અને અમિત શાહ જેવા ભાજપના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. કોંગ્રેસમાં ચૂંટણી પહેલા સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના સૌથી જૂના નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર આજે કેસરિયો ખેસ ધારણ કરશે.