સાબરકાંઠામાં હાથમતી નદીમાં પાણીની આવક થતાં લોકો જોવા ઊમટ્યાં

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. તો સૌથી વધુ વરસાદ પોશીનામાં છ ઇંચ નોંધાયો હતો. સૌથી ઓછો વરસાદ હિંમતનગર શહેરમાં એક ઇંચ નોધાયો હતો. હાથમતી જળાશય 73 ટકા અને ગુહાઈ જળાશય 50 ટકા ભરાયો છે અને આવક સતત ચાલી રહી છે. પોશીના તાલુકા રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસવાને લઈને ગોયા તળાવ ભરાઈ ગયું હતું .વડાલીમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો, જેને લઈને માણેકચોકમાં સાત મહિનાથી બંધ બે માળના મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી. ઇડરના રાણી તળાવમાં પણ પાણીની આવક થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યાં હતા.

સાબરકાંઠા જીલ્લામાં ચોમાસાની સિઝનનો 96.86 ટકા વરસાદ થયો છે, તો 24 કલાકમાં ટકાવારી પ્રમાણે જોઈએ તો સાબરકાંઠામાં 74 વરસાદ નોંધાયો હતો. તો ચોમાસાની સિઝનનો ઇડરમાં 103, ખેડબ્રહ્મામાં 86, તલોદ 73, પ્રાંતિજ 61, પોશીના 106, વડાલી 114, વિજયનગર 111 અને હિંમતનગર તાલુકામાં 117 ટકા વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં ઈડર 116 મીમી, ખેડબ્રહ્મા 51 મીમી, તલોદ 27 મીમી, પ્રાંતિજ 35 મીમી, પોશીના 150 મીમી, વડાલી 112 મીમી, વિજયનગર 70 મીમી અને હિંમતનગર તાલુકામાં 31 મીમી વરસાદ નોંધાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.