ડીસા પંથકમાં વરસાદના પગલે ઠેરઠેર જળ બંબાકાર

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ) ડીસા, ડીસામાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારો તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. અનેક મકાનો ધરાસાઈ થયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પડવાથી તેમજ ઈલેક્ટ્રીક શોક લાગવાથી પાંચ જેટલા પશુઓના મોત નીપ જયા છે. જ્યારે ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ખેતરો પણ પાણીમાં ડૂબી જતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ડીસાથી ધાનેરા રોડ પરના ગામોમાં જળબંબાકારની સ્થિતિ છે. ડીસાના કંસારી શેરપુરા, લક્ષ્મીપુરા, પમરુ, યાવરપુરા સહિતના ગામોમાં અનેક જગ્યાએ પાણી ભરાતા આ ગામો બેટ સમાન બની ગયા છે. વર્ષ ૨૦૧૭ માં પણ ભયંકર પૂરના કારણે આ તમામ ગામોમાં મોટા પાયે ધોવાણ થયું હતું અને મોટા પ્રમાણમાં પશુઓની જાનહાનિ તેમજ ખુવારી થઈ હતી.જ્યારે આજના વરસાદથી પણ જળબંબાકારની સ્થિતિ થતા ગ્રામજનોમાં એક પ્રકારનો છુપો ભય જાેવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.