રાધનપુર પાસે પૂરઝડપે જતી કાર પલટી, ચાર લોકો ઇજાગ્રસ્ત

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. ધોધમાર વરસાદ વચ્ચે રાધનપુર હાઇવે ઉપર ભીલોટ ગામના પાટીયા પાસે રસ્તા ઉપર ભારે વરસાદને લઈ ગાડી લઈ પસાર થઈ રહેલા ચાલાકે વરસાદી માહોલમાં સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ગાડી હાઇવે ઉપરથી પલટી મારીને સાઈડમાં આવેલા રસ્તા ઉપર જઈને પડી હતી.

રાધનપુર તાલુકાના ભીલોટ ગામના પાટીયા નજીક વરસાદની માહોલના કારણે ગાડી ચાલે કે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલટી મારી હાઈવેની સાઈડમાં ઉતરી ગઇ હતી. જેમાં ચાર લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે. જોકે, સદનસીબે જાનહાનિ ટળી છે.

ગાડી પલટી મારતા સર્જાયેલા અકસ્માતને લઇ ગાડીમાં સવાર ચાર લોકોને ગંભીર ઈજાઓ થતા હાઈવે ઉપર પસાર થતા લોકો એકત્ર થઇ ચારેયને બહાર કાઢી એમ્બ્યુલન્સમાં રાધનપુર શહેરમાં આવેલી આસ્થા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.