![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/The-News-DK-8.jpg)
વિસનગરમાં શ્રીજી સોસાયટીની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 10 પત્તાપ્રેમીઓ ઝડપાયા
વિસનગર શહેર પોલીસના ડી.સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કાંસા રોડ પર સ્વામી નારાયણ મંદિરની સામે શ્રીજી સોસાયટીની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમાય છે તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરતા કુંડાળું કરી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી જુગારના સાહિત્ય સહિત કુલ રોકડ રકમ રૂ. 5930ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ ઈસમો સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારમાં પકડાયેલા ઇસમોના નામ
1 – હિતેશકુમાર નરેશકુમાર પ્રજાપતિ, વિસનગર
2 – મનોજકુમાર રાજેશભાઈ પ્રજાપતિ, વિસનગર
3 – સિધ્ધાર્થકુમાર નટુભાઈ નાયક, વિસનગર
4 – મનુભાઈ વાગજીભાઈ રાવળ, બામોસણા
5 – રમેશભાઈ આત્મારામ , વિસનગર
6 – વિમલકુમાર શાંતિલાલ મોદી, વિસનગર
7 – રાકેશકુમાર કાળુભાઈ વાઘેલા, વિસનગર
8 – વિક્રમકુમાર કાનજીભાઈ , વિસનગર
9 – જીતુભાઈ સોમાભાઈ, વિસનગર
10 – રમેશભાઈ ભેમજીભાઈ નાયી, વિસનગર