પાટણ શહેરમાં કમરતોડ ખાડા, રાણકીવાવ રોડ મગરની પીઠ સમાન બની ગયો

પાટણ
પાટણ

પાટણ શહેરમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદે પાલિકા તંત્રના રોડ-રસ્તાના વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી કરી નાખી છે. શહેરને જોડતા વિવિધ લીંકરોડ વરસાદી પાણીમાં ધોવાઇ જવાના કારણે આ માર્ગો આજે બીસ્માર બની ગયા છે. પાલિકા તંત્ર દ્વારા છ મહિના અગાઉ લાખો રુપિયાના ખર્ચે હયાત માર્ગો પર ડામરનું પેવીંગ કર્યા બાદ સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાઇ જતાં માર્ગો પર ખાડા પડી ગયા છે.

પાટણ શહેરના રંગીલા હનુમાનથી રાણકીવાવને જોડતો હેરીટેજ માર્ગ સદંતર બીસ્માર બની ગયો છે . જેને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહિયો છે. તો રાણકીવાવની સહેલગાહે આવતા સહેલાણીઓ પણ આ માર્ગોની બીસ્માર હાલત જોઇને શરમ અનુભવી રહ્યા છે. શું આ ઐતિહાસિક નગરી કહેવાય, તેવા સવાલો સહેલાણીઓ ઉઠાવી રહ્યા છે. વોર્ડ નં-1ના આ વિસ્તારમાં માર્ગોની બીસ્માર હાલતને લઇ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

શહેરમાં ફાટીપાળ દરવાજાથી આધારા દરવાજા, ગાંધી બાગથી જનતા હોસ્પિટલ, હીંગળાચા ચાર રસ્તાથી ચતુર્ભુજ બાગ, રેલવે ગરનાળાથી જિલ્લા કોર્ટ, વિઠ્ઠલ ચેમ્બરથી કે. કે. ગલ્સ તરફના માર્ગ પરના મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઇ રહેવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.