મહિલા આઈપીએલનું આયોજન માર્ચ ૨૦૨૩માં થઈ શકે છે પ્રારંભ

Sports
Sports

નવીદિલ્હી, જેની આતુરતાથી રાહ જાેવાઈ રહી છે તે વિમેન્સ આઈપીએલની પ્રથમ આવૃત્તિનો માર્ચ ૨૦૨૩માં પ્રારંભ થશે. ભારતીય ક્રિકેટ બોર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યા મુજબ વિમેન્સ આઈપીએલની પ્રથમ આવૃત્તિમાં પાંચ ટીમો ભાગ લેશે અને એક મહિનાના ગાળામાં આ ટૂર્નામેન્ટનું આયોજન થવાની શક્યતા છે. બોર્ડના ટોચના અધિકારીઓની એક બેઠક મળી હતી અને આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અધિકારીના મતે દક્ષિણ આફ્રિકામાં વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ વિમેન્સ આઈપીએલનું આયોજન થઈ શકે છે. નામ નહીં જણાવવાની શરતા અધિકારીએ વધુમાં ઉમેર્યું કે, માર્ચના પ્રથમ સપ્તાહમાં વિમેન્સ આઈપીએલનો પ્રારંભ થશે. પ્રથમ વર્ષમાં ટૂર્નામેન્ટનો ગાળો એક માસનો રહેશે. ૯થી ૨૬ ફેબ્રુઆરી દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન થશે. ટૂર્નામેન્ટમાં આ વર્ષે પાંચ ટીમો ભાગ લેશે અને રોકાણકારોનો ટીમ ખરીદવામાં વધુ રસને જાેતા ટીમની સંખ્યા વધીને છ થવાની શક્યતા છે. ટૂંક સમયમાં ટીમની હરાજીની પ્રક્રિયા પણ હાથધરાશે. અગાઉ બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલી તથા સેક્રેટરી જય શાહે પણ અલગ અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે માર્ચ ૨૦૨૩માં વિમેન્સ આઈપીએલ રમાડવાની વિચારણા છે. મોટાભાગના ક્રિકેટ ચાહકોનું માનવું છે કે વિમેન્સ આઈપીએલ મોટી ક્રાંતિ લાવશે અને દેશમાં મહિલા ક્રિકેટનું ધોરણ નોંધપાત્ર ઊંચું જશે. મહિલા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ સહિતની આઈપીએલ ફ્રેન્ચાઈઝે પણ ટીમ ખરીદવામાં રસ દર્શાવ્યો હોવાનું માનવામાં આવે છે. યુટીવીના રોની સ્ક્રુવાલાએ પણ વિમેન્સ આઈપીએલમાં ટીમ ખરીદવામાં રૂચી વ્યક્ત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.