કરીનાએ બે વખત રિજેક્ટ કર્યું હતું સૈફ અલીનું પ્રપોઝલ

ફિલ્મી દુનિયા

મુંબઈ, કરીના કપૂર અને સૈફ અલી ખાન બોલિવુડના પર્ફેક્ટ કપલમાંથી એક છે. બંનેએ આમ તો ફિલ્મ ન્ર્ંઝ્ર કાર્ગિલ અને ઓમકારામાં સાથે કામ કર્યું હતું, પરંતુ ૨૦૦૮માં આવેલી ફિલ્મ ટશનના સેટ પર બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આ જ વર્ષે એક્ટરે તેના હાથ પર હિંદીમાં બંનેના નામના મિશ્રણ ‘સૈફીના’નું ટેટૂ કરાવીને રિલેશનશિપને ઓફિશિયલ કરી દીધા હતા. ચાર વર્ષની ડેટિંગ બાદ કરીના અને સૈફ ૧૬ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા.

કરીના કપૂરની ગુરુવારે (૧૧ ઓગસ્ટ) રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં તે લાલનું (આમિર ખાન) પ્રપોઝલ નકારી કાઢે છે. રિયલ લાઈફમાં પણ તેણે સૈફ સાથે આવું એકવાર નહીં પરંતુ બેથી વધુ વખત કર્યું હતું, જેનો ખુલાસો એક્ટ્રેસે પોતે જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. શું તે પણ લગ્ન કરતાં સૈફનું પ્રપોઝલ નકાર્યું હતું તેમ પૂછતાં કરીના કપૂરે કહ્યું હતું ‘હા, મને હવે યાદ પણ નથી. લગભગ તેમ બે કે તેથી વધુ વખત થયું હતું. પરંતુ સૌથી વધું જરૂરી એ છે કે મેં હા પાડી’. સૈફના પ્રપોઝલને ફગાવવા પાછળનું કારણ જણાવતાં બેબોએ કહ્યું હતું ‘હું ત્યારે પણ પ્રેમમાં હતી, અમે બંને માત્ર એકબીજાને થોડા ઓળખી રહ્યા હતા.

મને લાગે છે કે, આ તેના કારણે હતું, માત્ર આટલું જ. પરંતુ મને લાગે છે કે, મને હંમેશાથી ખાતરી હતી કે હું તેની સાથે લગ્ન કરવાની છું’. કરીના કપૂર અને સૈફ અલી ખાન- તૈમૂર અને જેહ તેમ બે દીકરાના માતા-પિતા છે. લગ્નના ચાર વર્ષ બાદ ૨૦૧૬માં તૈમૂરનો જન્મ થયો હતો જ્યારે તેમના ઘરે બીજુ સંતાન ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આવ્યું હતું. આ વર્ષે ઓક્ટોબરમાં કપલના લગ્નજીવનને એક દશકો પૂરો થશે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર ઘણા સમયથી તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના પ્રમોશનમાં વ્યસ્ત હતી,

જેને રિલીઝ થયા બાદ મિક્સ રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મમાં કરીના અને આમિર સિવાય નાગા ચૈતન્ય અને મોના સિંહ પણ મહત્વના રોલમાં છે. બેબો ખૂબ જલ્દી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાની છે, તે સુજાેય ઘોષના પ્રોજેક્ટ ‘ડીવોશન ઓફ સસ્પેક્ટ ઠમાં વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે સ્ક્રીન શેર કરશે. જેનું શૂટિંગ તેણે તે એક મહિના માટે પરિવાર સાથે લંડનના વેકેશન પર ગઈ તે પહેલા પૂરું કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.