બનાસકાંઠ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા બે દિવસથી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં દાંતામાં 56 MM, પાલનપુમાં 45 MM, અમીરગઢમાં 43 MM જેટલો વરસાદ વરસ્યો હતો. તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. જેથી લોકોને હાલાકી પડી હતી.

બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જિલ્લામાં અત્યાર સુધી એવરેજ 80.02 ટકા વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાની જીવા દોરી સામાન ગણાતા દાંતીવાડા ડેમમાં બનાસ નદીમાં વધારે પાણી આવતા પાણીની આવક શરૂ થઇ ગઈ છે જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવામાં મળી છે.

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં અમીરગઢમાં 43 MM, કાંકરેજમાં 20 MM, ડીસામાં 32 MM, થરાદમાં 14 MM, દાંતામાં 56 MM, દાંતીવાડામાં 05 MM, દિયોદરમાં 07 MM, ધાનેરામાં 08 MM, પાલનપુરમાં 45 MM, ભાભરમાં 08 MM, લાખણીમાં 02 MM, વડગામમાં 38 MM, વાવમાં 12 MM, સુઈગામમાં 02 MM, વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.