ચાકાબાવાને ભારત સામેની શ્રેણીમાં ઝિમ્બાબ્વે ટીમનો કેપ્ટન બનાવાયો

Sports
Sports

નવીદિલ્હી, ભારત સામેની વન-ડે શ્રેણીમાં રેજિસ ચાકાબાવા ઝિમ્બાબ્વેની ૧૭ સભ્યોની ટીમનું નેતૃત્વ કરશે. ૧૮ ઓગસ્ટથી ઝિમ્બાબ્વે અને ભારત વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાશે. તમામ મેચો હરારે સ્પોર્ટ્‌સ ક્લબ ખાતે યોજાશે. બીજી વન-ડે ૨૦ ઓગસ્ટ જ્યારે ત્રીજી અને અંતિમ વન-ડે ૨૨ ઓગસ્ટના રમાશે. ઝિમ્બાબ્વે ક્રિકેટે જણાવ્યા મુજબ ચાકાબાવા ભારત સામેની ઘરઆંગણે રમાનારી મર્યાદિત ઓવરની શ્રેણીમાં કેપ્ટન રહેશે. ઝિમ્બાબ્વેના નિયમિત કેપ્ટન ક્રેગ ઈર્વીન હાલમાં સ્નાયૂ ખેંચાઈ જવાથી સારવાર હેઠળ છે. આ ઉપરાંત ઝિમ્બાબ્વેના અન્ય ખેલાડીઓ બ્લેસિંગ મુઝારબાની, ટેન્ડાઈ ચતારા અને વેલિંગ્ટન મસાકાડ્‌ઝા પણ ઈજાને પગલે ટીમનો હિસ્સો નથી બની શક્યા. ઝિમ્બાબ્વેએ ગુરુવારે ભારત સામેની વન-ડે શ્રેણી માટે ૧૭ સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. તમામ મેચો ભારતીય સમય મુજબ બપોરે ૧ વાગ્યે યોજાશે. બર્લ, ચાકાબાવા (કેપ્ટન), ચિવાંગા, ઈવાન્સ, જાેંગવી, કાઈઆ, કાઈતાનો, માંડાન્ડે, મધવીરે, મારુમાની, મસારા, મુન્યોંગા, નગારાવા, નાયુચી, રઝા, શુમ્બા, તિરિપાનો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.