ઈન્ટરનેશનલ ક્રિટિક્સને આમિર ખાનની ફિલ્મ પસંદ આવી રહી છે

ફિલ્મી દુનિયા

મુંબઈ,     આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા ૧૧ ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં આમિર સાથે કરીના કપૂર, મોના સિંહ અને નાગા ચૈતન્ય સહિત કેટલાય સ્ટાર્સ છે. આ ફિલ્મ હોલિવુડ મૂવી ‘ફોરેસ્ટ ગમ્પ’નું ઈન્ડિયન અડાપ્શન એટલે કે ભારતીય વર્ઝન છે. ‘ફોરેસ્ટ ગમ્પ’ રોબર્ટ જેમેકિસે બનાવી હતી અને ૬ એકેડેમી અવોર્ડ જીતી ચૂકી છે. આ ફિલ્મમાં પોપ્યુલર એક્ટર ટોમ હેન્ક્‌સ લીડ રોલમાં હતા. આમિર ખાને આટલી શાનદાર અને ક્લાસિક ફિલ્મની હિન્દી રિમેક બનાવી છે.

એવામાં ફેન્સને ખૂબ અપેક્ષાઓ હતી. આમિર ખાન અપેક્ષા પર ખરો ઉતર્યો છે અને દેશ જ નહીં વિદેશમાં પણ ફિલ્મના વખાણ થઈ રહ્યા છે. ઈન્ટરનેશનલ ફિલ્મ ક્રિટિક્સ અને રિવ્યૂઅરોનું શું કહેવું છે? કેટલાય આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમીક્ષકો અને રિવ્યૂ કરનારાઓએ આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા જાેઈ છે. તેમણે જણાવ્યું કે, હોલિવુડની ક્લાસિક ફિલ્મની રિમેક હોવા છતાં ‘લાલ સિંહ ચઢ્ઢા’ પોતાના દમ પર ઊભી રહેશે. તેમને લાગી રહ્યું છે કે ફિલ્મ સારી કમાણી કરશે. ઈન્ટરનેશનલ મૂવી ક્રિટિક્સનું એમ પણ કહેવું છે કે, આ ફિલ્મ બાબતોને એકદમ આગળ લઈ જાય છે અને મજબૂત ઊંડાણ આપે છે. ઈમોશન્સને ચતુરાઈથી માપે છે.

યૂનાઈટેડ પ્રેસ ઈન્ટરનેશનલના એક સમીક્ષકે કહ્યું, લાલ સિંહ ચઢ્ઢા ઉડતા પીંછાથી માંડીને પ્લોટ સ્ટ્રક્ચર સુધી ‘ફોરેસ્ટ ગમ્પ’ને વફાદાર રહી છે. વાર્તા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે અને નવા થીમેટિક કોન્ટેક્સ્ટ પણ ઉમેરવામાં આવ્યા છે. જાેકે, ્‌રી ઉટ્ઠિॅના સમીક્ષા રિપોર્ટ પ્રમાણે, આમિર ખાનનું પર્ફોર્મન્સ જાેઈએ તેટલું સારું નહોતું. ક્યારેક ક્યારેક આમિર ખાનના એક્સપ્રેશન અને સ્મિતને અપમાનજનક અને નાટકીય રૂપથી પીરસવામાં આવ્યા છે, જે તેના પાત્ર સાથે મેળ નથી ખાતા.

લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ પહેલાથી જ સોશિયલ મીડિયા પર ફિલ્મને બોયકોટ કરવાની માગ થઈ રહી હતી. પરંતુ ફિલ્મ રિલીઝ થતાં જ લોકોનો અભિપ્રાય બદલાઈ ગયો છે. ફિલ્મ જાેયા પછી લોકો આમિરના વખાણ કરી રહ્યા છે. ટિ્‌વટર પર હાલ ઈંય્ર્ઙ્મહ્વટ્ઠઙ્મન્ર્દૃીહ્લર્ન્ટિ્ઠટ્ઠઙ્મજીૈહખ્તર જેવા હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યા છે. થિયેટરમાંથી બહાર નીકળી રહેલા લોકો ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.