ડીસાના યુવકના અપહરણ અને ખંડણીના ગુનાનો ભેદ ઉકેલાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના પ્રીતમ નગર પાસે આવેલી ઉમા સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષીય યુવક પ્રકાશ દેસાઈનું ગત ૯ મી ઓગસ્ટે અપહરણ થયું હતું.
અને અપહરણકારો અપહૃત યુવકના પિતા પાસે રૂ. ૧ લાખની ખંડણી માંગતા હોવાની ફરિયાદ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશને નોંધાઇ હતી. જાેકે, ગુનાની ગંભીરતાને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં હ્યુમન અને ટેક્નિકલ સર્વેલન્સને આધારે પોલીસે છટકું ગોઠવી અપહરણકારો સુધી પહોંચી જઈ અપહૃત યુવકને દાંતીવાડા ના નાની ભાખર ગામ પાસેની અવાવરું જગ્યામાં ગોંધી રખાયેલ હાલતમાંથી છોડાવ્યો હતો. પોલીસે અપહરણ કરનાર ત્રણ આરોપીઓ (૧)રણજીત સિંહ કાંતુભા વાઘેલા રહે.ભડથ, તા.ડીસા (૨)વિક્રમસિંહ દાડમસિંહ વાઘેલા રહે.ડીસા અને (૩)ઈશ્વરભાઈ પૂંજાભાઈ ભાંગરા રહે.ઢુંવા તા.ડીસાને ઝડપી લઈ તેઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હોવાનું બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતુ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.