કાશ્‍મીરમાં રાજાૈરીમાં હજુ પણ છૂપાયા છે પાંચ-છ આતંકવાદીઓ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દરહાલમાં સેના સંસ્‍થાન પર હુમલા પછી જવાબી કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદીઓના હજુ પણ કેટલાક સાથીઓ છે, જેમણે હાલમાં જ એક સાથે એલઓસી પરથી ઘૂસણખોરી કરી હતી. તેમની સંખ્‍યા પાંચથી છ જણાવાઇ રહી છે. આ આતંકવાદીઓ જીલ્લામાં જ છૂપાયેલા છે. ઘણા બધા વિસ્‍તારોમાં મોટા પાયે તલાશી અભિયાન ચાલુ છે.

સુત્રોનું માનીએ તો લગભગ ૧૦ દિવસ પહેલા સાતથી આઠ આતંકવાદીઓ ભારતીય વિસ્‍તારમાં ઘૂસ્‍યા હતા. જે જીલ્લાના અલગ અલગ વિસ્‍તારોમાં ફેલાઇ ગયા હતા. આતંકવાદીઓની તલાશ કાલાકોટ, થન્‍નામંડી, બુધ્‍ધલના કેટલાક વિસ્‍તારોમાં કરાઇ રહી છે. આત્‍મધાતી જૂથમાં સામેલ આ બધા આતંકવાદીઓ ૨૦ થી ૨૨ વર્ષના છે. એ બધા પાકિસ્‍તાની છે. જણાવાઇ રહ્યુ છે કે આ બધા આતંકવાદીઓને પાક કબજાગ્રસ્‍ત કાશ્‍મીરના આતંકવાદી પ્રશિક્ષણ શિબીરોમાં તાલીમ અપાઇ છે.

આ લોકો બધા પ્રકારના હથીયારો ચલાવવામાં કુશળ છે. એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ સુરક્ષીત પહોંચાડવા માટે આ આતંકવાદીઓને સરહદપારથી કાળા કપડા પહેરાવીને મોકલાયા છે. જેથી, તેઓ એસઓજી અને સેનાની કમાન્‍ડો ટીમના જવાન લાગે. તેઓ સુરક્ષાદળોને નિશાન બનાવવાની વેતરણમાં છે. સુત્રોનું કહેવુ છે કે કાશ્‍મીરમાં આતંકવાદની કમર ભાંગી ચૂકી છે અને હવે આતંકવાદીઓ રાજાૈરી અને પુંચ જીલ્લામાં ગતિવીધીઓ ચલાવી શકે તેટલા માટે આ આતંકવાદીઓને ઘૂસાડાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.