પાટણમાં જીવનધારા સામે કેનાલ પરની દિવાલ દોઢ વર્ષથી ભંગાણ હાલતમાં

પાટણ
પાટણ

પાટણ શહેરના જીવનધારા રોડ પર આવેલી ગૂંગડીની કેનાલનો રોડ સાઈડની દિવાલનો એક ભાગ છેલ્લા કેટલાય સમયથી ધરાશાયી થઈને જર્જરિત હાલતમાં પડ્યો હોય ચોમાસાની મોસમમાં વરસાદ સમયે અહીં ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સર્જાઈ છે. ત્યારે નગર પાલિકાના સત્તાધિશો દ્વારા અહીં સત્વરે કેનાલ પર નવી દિવાલ બનાવવા પગલા ભરવામાં આવે તેવી વ્યાપક લોક માગ ઉઠી છે.

શહેરના ટેલીફોન એક્ષચેન્જથી જીવનધારા ભોલેનાથ, પદ્મનાથ રોડ તરફ જતી ગૂંગડી કેનાલ પર તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે કેનાલની દિવાલ ઊંચી કરવામાં આવી હતી, પરંતુ અહીં ચામુંડા મોલ નજીક જ્યાં કેનાલ પર ગેટ બનાવવામાં આવેલ છે ત્યાં છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી કેનાલના એક તરફના ભાગની તૂટેલી દિવાલ રોડ સાઈડ ભંગાર હાલતમાં પડેલી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે જીવનધારાના રહીશ અને પાટણ શહેર ભાજપના પ્રમુખ કિશોર મહેશ્વરીનું ધ્યાન દોરતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબત મારા ધ્યાનમાં જ છે, પરંતુ અવાર નવાર વરસાદ પડતો હોવાના કારણે કામગીરી હાથ ધરી શકાતી નથી. જો ચાર-પાંચ દિવસ સળંગ વરસાદ બંધ રહે તો આ કેનાલ પર પાયામાંથી જ નવી દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.