![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-133.jpg)
મહેસાણા પોલીસે ફેરિયો બની 18 વર્ષથી ફરાર ખૂનનો આરોપી ઝડપ્યો
ખેરાલુ પોલીસ મથકના ખૂનના ગુનામાં છેલ્લા 18 વર્ષથી વોન્ટેડ આરોપીને મહેસાણા પેરોલ ફ્લો સ્કવોર્ડની ટીમે ફેરિયો બનીને અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.મહેસાણા પેરોલ ફ્લો સ્કવોર્ડની ટીમે ખેરાલુ પોલીસ મથકમાં નોંધાયેલા ખૂન અને રાયોટીંગના ગુનામાં છેલ્લા 18 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.
2004ના વર્ષ દરમિયાન બનેલા ગુનાનો મૂળ રાજસ્થાનના ભીનમાલનો જગદીશ અદરારામ માળી નામનો આરોપી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં મકાન ભાડે રાખીને પોતાના પરિવાર સાથે રહેતો હોવાની પેરોલ ફ્લો સ્કવોર્ડના કોન્સ્ટેબલ સંજયભાઈ વેલજીભાઈને મળેલી ખાનગીને આધારે પીએસઆઇ એસ ડી રાતડા અને તેમની ટીમે અમદાવાદ ખાતે વોચ ગોઠવીને જગદીશ માળીને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથે ખેરાલુ પોલીસ મથકને સોંપ્યો હતો.