દેશમાં કોરોના અત્યાર સુધી 4 લાખ 12 હજારથી વધુ દર્દીઓ કોરોનાના સંકજામાં, અને 13 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા.

ગુજરાત
ગુજરાત

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમણની ગતિ દિવસે દિવસે વધી રહી છે. અત્યાર સુધી 4 લાખ 12 હજારથી વધુ દર્દીઓ કોરોનાના સંકજામાં આવ્યા છે અને 13 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. માત્ર 8 દિવસમાં જ સંક્રમિતોનો આંકડો 3 થી 4 લાખ થયો છે. શનિવારે રેકોર્ડ 15,893 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

તો બીજી બાજુ દિલ્હીમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજધાનીમાં સતત ત્રીજા દિવસે 9 હજારથી વધારે કેસ વધ્યા છે. શનિવારે રેકોર્ડ 3630 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ પહેલા 19 જૂને 3137 અને 18 જૂને 2877 કેસ સામે આવ્યા હતા. દિલ્હીમાં ગઈકાલે રેકોર્ડ 77 લોકોના મોત થયા હતા.

આ આંકડો એક દિવસમાં પોઝિટિવ કેસનો સૌથી મોટો આંકડો છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં અમેરિકા અને બ્રાઝીલ પછી સૌથી વધારે દર્દી ભારતમાં જ મળ્યા છે. અમેરિકામાં શનિવારે31,154 જ્યારે બ્રાઝિલમાં 29,011 લોકોમાં સંક્રમણની પુષ્ટી થઈ હતી. સાથે જ મહારાષ્ટ્રમાં સૌથી વધારે 3,874 સંક્રમિત મળ્યા હતા. દેશની રાજધાની દિલ્હીમાં 3,630 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.