વિક્કી કૌશલના પિતા શામ કૌશલ કેન્સરને હરાવી ચૂક્યા છે

ફિલ્મી દુનિયા

મુંબઈ,બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલના પિતા શામ કૌશલ ભારતીય ફિલ્મોમાં સ્ટંટ અને એક્શન કોરિયોગ્રાફીમાં જાણીતું નામ છે. તેમણે પોતાના કરિયરમાં ચાર દાયકા પૂરા કર્યા છે અને હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તેમના સારા અને ખરાબ અનુભવ શેર કર્યા છે. શામ કૌશલે એક ઈન્ટરવ્યુમાં પોતાના કરિયર વિશેની વાતચીત કરતા જણાવ્યું કે, ‘હું તારીખ ૮ ઓગસ્ટ, ૧૯૮૦ના દિવસે સ્ટંટ આર્ટિસ્ટ યુનિયનનો સભ્ય બન્યો. આજે તારીખ ૮ ઓગસ્ટ, ૨૦૨૨ના દિવસે મેં બોલિવૂડમાં ૪૨ વર્ષ પૂરા કર્યા છે.

હું ૧૯૯૦માં એક્શન ડિરેક્ટર બન્યો. મારી પહેલી ફિલ્મ એક મલયાલમ ફિલ્મ હતી કે જેનું નામ ઈન્દ્રજાલમ હતું. જ્યારે મારી પહેલી હિન્દી ફિલ્મ એક્ટર નાના પાટેકરની પ્રહાર હતી. શામ કૌશલે કહ્યું કે ‘મારા બંને બાળકો વિકી અને સની નાના હતા. જાે તમે એક્શન ડિરેક્ટર બનવા માગો છો તો તમારે સ્ટંટમેનનું સભ્યપદ છોડવું પડશે. તમે સ્ટંટ નહીં કરી શકો. તેવામાં એવું પણ રિસ્ક હતું કે જાે મને એક્શન ડિરેક્ટર તરીકે કામ મળ્યું નહીં તો મારે ઘરે બેસવું પડશે.

મેં આ રિસ્ક લીધું અને મને મારું એક્શન ડિરેક્ટરનું સભ્યપદ મળી ગયું. મેં મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કર્યા અને રાત્રે મુકેશ મિલ્સમાં શૂટિંગ માટે પહોંચ્યો. શામ કૌશલના જીવનમાં કપરો સમય ત્યારે આવ્યો કે જ્યારે તેઓને ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો. એક દિવસ તેઓના પેટમાં ખાસ્સું એવું દર્દ થયું અને તેમના પેટનું ઓપરેશન કરવું પડ્યું. શામ કૌશલના પેટમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું. ડૉક્ટર્સે પેટનો એક ટુકડો તપાસ માટે મોકલી આપ્યો અને કેન્સર થયું હોવાનું જાણવા મળ્યું.

ત્યારે શામ કૌશલને એ વાતનો પણ ખ્યાલ નહોતો કે તેઓ બચશે કે નહીં. તેઓ ૫૦ દિવસ હોસ્પિટલમાં રહ્યા. શામ કૌશલે જણાવ્યું કે મેં ત્યારે જ નક્કી કર્યું હતું કે હું આત્મહત્યા કરીશ. પણ, હું ત્યારે પલંગમાંથી ઊભો થઈ શક્યો નહીં કારણકે તેમના પેટનું ઓપરેશન થયું હતું. આ ઘટનાને આજે ૧૯ વર્ષ થઈ ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.